રાજકોટના અતિ સંવેદનશીલ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં કલેકટર હસ્તકની દબાણ યુકત જમીનને ખાલી કરાવવા માટે ૧૩૫૮ આસામીઓને કલેકટર તત્રં દ્રારા કલમ ૬૧ હેઠળ ૨૦૨ મુજબની નોટિસ ફટકારવામાં આવી હતી. જેનો કેસ જીઆરટી હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં જીઆરટીએ ચુકાદો આપતા અરજદારોની અપીલ રદ કરી છે અને રાજકોટ પૂર્વના મામલતદારએ કરેલો હત્પકમ કાયમ રાખ્યો છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં કલેકટર હસ્તકની ૧લાખ ચોરસ મીટરથી વધુની દબાણ યુકત જમીનને ખાલી કરાવવા માટે રાજકોટ શહેર પૂર્વના મામલતદાર દ્રારા જમીન મહેસુલ કાયદાની કલમ ૬૧ હેઠળ ૧૩૫૮ આસામીઓને કલમ ૨૦૨ મુજબ નોટિસ ફટકારવામાં આવી હતી. જે બાદ સમગ્ર મામલો હાઇકોર્ટ અને ત્યાર બાદ રેવન્યુ ટિ્રબ્યુનલ કોર્ટમાં પહોંચ્યો હતો. ગત તા.૧૧ના રોજ બધા પક્ષકારોએ દલીલ પુરી કરી હતી. તેમજ ત્યારબાદ પક્ષકારોએ લેખિતમાં દલીલ કરી હતી. જે બાદ તેને ઓડર ઉપર મૂકવામાં આવ્યું હતું. આમ આ કેસમાં સરકાર પક્ષ અને આસામીઓ તરફથી સમયાંતરે દલીલો કરવામાં આવી આવી હતી. જે કેસની સુનાવણી ચાલી રહી હતી. જેમાં રેવન્યુ ટિ્રબ્યુનલ કોર્ટે ચુકાદો આપી દીધો છે. તે મુજબ, ગુજરાત મહેસુલ પંચે અરજદારોએ કરેલી અપીલને રદ કરી દીધી છે અને રાજકોટ પૂર્વના મામલતદારએ કરેલો હત્પકમ કાયમ રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ રાજકોટ કોર્પેારેશને જંગલેશ્વર વિસ્તારમાં દબાણ યુકત જમીન પર બુલડોઝર ફેરવી દીધું હતું. તેમાં આશરે ૧૫૦૦ જેટલા બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે કલેકટર હસ્તકની જમીન પર પણ મોટું દબાણ કરાયું હોવાનું તંત્રના ધ્યાને આવતા સમગ્ર મામલો કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવ્યો હતો. કાયદા નિષ્ણાતં અને અંગત સૂત્રો પાસેથી પ્રા માહિતી મુજબ આ ચુકાદાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી શકે છે. જંગલેશ્વર મુદ્દે રાજકોટ કલેકટર ડોકટર ઓમ પ્રકાશએ અગાઉ જણાવ્યું હતું કે, જંગલેશ્વરમાં ૯૦ દિવસ સુધી કલેકટર તત્રં કોઈ કામગીરી નહિ કરે તેવી બાહેંધરી આપી હતી અને ત્યારબાદ સંપૂર્ણ પણે કોર્ટની ગાઇડલાઈનને અનુસરશે. તેમજ સરકારી જમીન પર દબાણ કરનારાઓને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા અંગે કોઈ પણ જાતની કાયદાકીય જોગવાઈ નથી તેવું કહ્યું હતું.