મમતા સરકારે ડોકટરોની આંશિક માગણી સ્વીકારી, કોલકાતા કમિશનરને હટાવાયા

  • September 17, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હડતાળ પર બેઠેલા જુનિયર ડોકટરો સાથે વાત કર્યા બાદ મમતા સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લીધી છે અને મેડિકલ એયુકેશન ડાયરેકટર અને હેલ્થ સર્વિસના ડાયરેકટરને હટાવી દીધા છે. મમતાએ તબીબોને આશ્વાસન આપતા કહ્યું કે આજે સાંજે ૪ વાગ્યા સુધીમાં સીપીને હટાવી દેવામાં આવશે અને વિનીત ગોયલની જગ્યાએ નવો સીપી ચાર્જ સંભાળશે. તેમજ સુપ્રીમ કોર્ટની સુનાવણી બાદ ઘણા મોટા ફેરફારો થશે. તબીબોએ મમતા સરકાર પાસે પાંચ માંગણીઓ કરી હતી જેમાંથી ત્રણ માંગણી સરકારે સ્વીકારી છે.

સરકારના નિર્ણય પછી, ડોકટરોએ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે તેઓ હડતાલ ચાલુ રાખશે, કારણ કે તેમની સંપૂર્ણ માંગણીઓ હજુ સુધી સ્વીકારવામાં આવી નથી.
મુખ્યમંત્રીએ કહ્યું કે કોલકાતા પોલીસના ડેપ્યુટી કમિશનર જેમની સામે પીડિત પરિવારે લાંચનો આરોપ મૂકયો હતો, તેમને પણ હટાવવામાં આવશે. જુનિયર ડોકટરોની માંગને જોતા કોલકાતા પોલીસ કમિશનર વિનીત કુમાર ગોયલે બેઠકમાં કહ્યું કે તેઓ રાજીનામું આપવા તૈયાર છે. વિનીત સાંજે ૪ વાગ્યે નવા સીપીને જવાબદારી સોંપશે.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે બેઠક પોઝીટીવ હતી અને સરકારે ડોકટરો દ્રારા મૂકવામાં આવેલી પાંચમાંથી ત્રણ માંગણીઓ સ્વીકારી હતી અને જુનિયર ડોકટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી હતી.

ડોકટરોએ માંગ કરી છે કે લેડી ડોકટર બળાત્કારની હત્યા બાદ પુરાવાનો નષ્ટ્ર કરવા માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવામાં આવે અને સજા કરવામાં આવે. તેમણે મેડિકલ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સામે કડક પગલાં લેવા માંગ કરી છે. આ ઉપરાંત કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલ અને આરોગ્ય સચિવ નારાયણ સ્વપ નિગમના રાજીનામા, આરોગ્ય કર્મચારીઓને વધુ સારી સુરક્ષાની પણ માંગ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application