મમતાના મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ઈડીએ કરી ધરપકડ

  • October 27, 2023 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી છે. એક દિવસના દરોડા પછી રાશન વિતરણમાં ભ્રષ્ટાચારના કથિત કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલિકના ઘર પર દરોડા પાડ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મોડી રાત્રે તેમની ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલો રાશન વિતરણમાં કૌભાંડનો છે અને આ મામલે ધરપકડ પર મંત્રી જ્યોતિપ્રિયા મલિકે કહ્યું કે તે મોટા ષડયંત્રનો શિકાર બન્યા છે.ઈડીના અધિકારીઓએ કેન્દ્રીય દળની ટીમની મદદથી કોલકાતામાં રાજ્ય વન મંત્રી જ્યોતિપ્રિયા મલિકના બન્ને ઘરો પર દરોડા પાડ્યા હતા. તેમણે કહ્યું કે તપાસ એજન્સીએ મધ્ય કોલકાતામાં એમહર્સ્ટ સ્ટ્રીટ સ્થિત તેમના પૈતૃક ઘરની પણ તપાસ કરી.


વિપક્ષી નેતાઓની આ રાજકીય રમત: સીએમ મમતા
જ્યોતિપ્રિયની ધરપકડ બાદ મુખ્યમંત્રી મમતા બેનજીર્એ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મલિકની તબિયત ખરાબ છે. તેણીએ ચેતવણી આપી હતી કે જો રહેઠાણોની તપાસ દરમિયાન મલિકને કંઈ થશે તો તે ભાજપ અને ઈડી સામે પોલીસ કેસ કરશે. મમતા બેનજીર્એ વિપક્ષી નેતાઓ સામે ઈડીના દરોડાને ભાજપ દ્વારા ગંદી રાજકીય રમત ગણાવી હતી.


આ કૌભાંડ જાહેર વિતરણ પ્રણાલી અને કોવિડ-19ના કારણે લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન અનાજના વિતરણમાં થયેલી ગેરરીતિઓ સાથે સંબંધિત છે. દરોડા દરમિયાન મંત્રીના ઘણા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા અને બેંક ખાતાઓની પણ તપાસ કરવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે દમદમ વિસ્તારમાં મલિકના ભૂતપૂર્વ અંગત સહાયકના ઘરો અને બેલીઘાટા અને બસડ્રોની સહિત કેટલાક અન્ય સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું.


બંગાળની સંસ્કૃતિ પર હુમલો: મંત્રી શશિ પંજા
જો કે આ બધા બાદ તૃણમૂલ કોંગ્રેસના નેતા અને રાજ્ય મંત્રી શશિ પંજાએ મલિકના ઘરો પર દરોડાની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે વિજયાદશમીના અવસર પર આ બંગાળની સંસ્કૃતિ પર હુમલો છે. આ કંઈ બદલાની રાજનીતિ નથી. અમે જોયું છે કે દુગર્િ પૂજા પહેલા, જ્યારે અમે મનરેગાના ભંડોળની છૂટની માંગ સાથે વિરોધ કરી રહ્યા હતા ત્યારે અમારા નેતાઓના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application