માલદીવએ ફરી જાત બતાવી હવે તિરંગાનું અપમાન કર્યું

  • April 08, 2024 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માલદીવ સાથે ભારતના સારા વ્યવહાર છતાં તે સુધારવાનું નામ લેતું નથી. ચીન ના ખોળામાં જઇ બેઠેલા માલદીવની અસભ્ય પૂર્વ મંત્રી મરિયમ શિયુનાએ ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. માલદીવમાં યોજાનારી સંસદીય ચૂંટણીને લઈને વિપક્ષ એમડીપી પર નિશાન સાધતા તેણે ફરી ભારતની મજાક ઉડાવી. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  પર એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ખરાબ પ્રકાશમાં દેખાડવામાં આવ્યો છે.આ પોસ્ટમાં મોહમ્મદ મરિયમ શિઉનાનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે માત્ર બે દિવસ પહેલા જ ભારતે માલદીવમાં ચોખા, ઘઉં, ખાંડ, ડુંગળી સહિતની આવશ્યક ચીજવસ્તુઓની નિકાસને મંજૂરી આપી છે.

મરિયમ શિઉના માલદીવ સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂકી છે. તેણીએ માલદીવના યુવા સશક્તિકરણ, માહિતી અને કલા મંત્રાલયમાં નાયબ મંત્રી તરીકે સેવા આપી હતી. શિયુના મેલ સિટી કાઉન્સિલના પ્રવક્તા પણ છે. શિયુનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ્ની તાજેતરની મુલાકાત અંગે અપમાનજનક ટિપ્પણી કરી ત્યારે તે વિવાદમાં આવી હતી.

જોરદાર પ્રતિક્રિયા પછી, તેણે પછીથી તેની પોસ્ટ કાઢી નાખી. ત્યારબાદ માલદીવની સરકારે શિયુનાના નિવેદનથી દૂરી કરી લીધી હતી.
ભારત સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે તે માલદીવમાં આવશ્યક ચીજવસ્તુઓની નિકાસ ચાલુ રાખશે. માલદીવમાં હાજર ભારતીય હાઈ કમિશને કહ્યું- માલદીવ સરકારની અપીલ પર ભારત 2024-25 માટે દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની નિકાસ કરવાનું ચાલુ રાખશે. 1981 પછી નક્કી કરાયેલા માલનો જથ્થો સૌથી વધુ હશે.
ભારતે શુક્રવારના રોજ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન માલદીવમાં ઈંડા, બટાકા, ડુંગળી, ચોખા, ઘઉંનો લોટ, ખાંડ અને કઠોળ જેવી ચોક્કસ ચીજવસ્તુઓની ચોક્કસ માત્રાની નિકાસ પરના નિયંત્રણો હટાવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application