ઈમરાન હાશ્મીની ‘આવારાપન ૨’ માટે મેકર્સનો માસ્ટર પ્લાન
ઈમરાન હાશ્મીની ‘આવારાપન ૨’ માટે મેકર્સનો માસ્ટર પ્લાન
June 27, 2026 01:57 PM
બોલિવૂડના 'સીરીયલ કિસર' ગણાતા ઈમરાન હાશ્મીની વર્ષ ૨૦૦૭ની કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘આવારાપન’ની સિક્વલને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી અલગ-અલગ લોકેશન પર ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને સોશિયલ મીડિયા પર ઈમરાનના લુકની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. હવે ચાહકોની આ આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે, કારણ કે મેકર્સે ‘આવારાપન ૨’ ના ટીઝર લોન્ચ અને ફિલ્મના પ્રમોશન માટે એક મોટો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.અહેવાલ મુજબ, ‘આવારાપન ૨’નું મોસ્ટ અવેટેડ ટીઝર ૨૯ જૂન ૨૦૨6 ના રોજ રિલીઝ કરવામાં આવશે. આ તારીખ પસંદ કરવા પાછળ એક ખાસ કારણ છે. ૨૯ જૂના રોજ ઈમરાનની ઓરિજિનલ ‘આવારાપન’ ફિલ્મને રિલીઝ થયાના પૂરા ૧૯ વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ ખાસ દિવસની યાદમાં પ્રોડ્યુસર વિશેષ ભટ્ટ એક સ્પેશિયલ ડિજિટલ લોન્ચ દ્વારા સૌપ્રથમ ફિલ્મનો લોગો રિલીઝ કરશે અને તેની સાથે જ ટીઝર ધમાકો કરવામાં આવશે.‘આવારાપન’ ફિલ્મ તેના સુપરહિટ મ્યુઝિક માટે આજે પણ ઓળખાય છે. આ સિક્વલમાં પણ સંગીત પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. મેકર્સે એક શાનદાર મ્યુઝિક આલ્બમ તૈયાર કર્યું છે, જેમાં નવા ગીતોની સાથે વર્ષ ૨૦૦૭ની ઓરિજિનલ ફિલ્મના સદાબહાર ગીતો — ‘તો ફિર આઓ’ અને ‘તેરા મેરા રિશ્તા’ — ના નવા વર્ઝન (રીમેક) પણ સાંભળવા મળશે. ટીઝર રિલીઝ થયા બાદ તરત જ ફિલ્મનું મ્યુઝિક લોન્ચ કરવામાં આવશે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી ફરી એકવાર પોતાના આઇકોનિક પાત્ર 'શિવમ પંડિત' તરીકે વાપસી કરી રહ્યો છે.ઉપરાંત દિશા પટણી (લીડ રોલ) અને શબાના આઝમી (નેગેટિવ રોલ) પણ અદાકારી કરશે.ફિલ્મની રિલીઝ ડેટ: ૧૪ ઓગસ્ટ ૨૦૨6રાખવામાં આવી છે.મેકર્સ ૧૪ ઓગસ્ટના રોજ ફિલ્મની થિયેટર રિલીઝ પહેલાં પૂરા એક મહિના સુધી દેશભરમાં જોરશોરથી પ્રમોશનલ કેમ્પેઈન ચલાવવાની તૈયારી કરી રહ્યા છે.