હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર મોટા પાયે રોકેટ બેરેજ હુમલો કર્યો છે. ઈઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર હિઝબુલ્લાએ લગભગ 150 રોકેટ છોડ્યા હતા. હિઝબુલ્લાહ દ્વારા આ હુમલો ઈઝરાયેલી સેનાના હુમલાના જવાબમાં કરવામાં આવ્યો છે. જેમાં ઇઝરાયેલની સેનાએ લેબેનાનમાં હિઝબુલ્લાહ વિદ્રોહીઓની જગ્યાઓને નિશાન બનાવવાનો દાવો કર્યો હતો.
હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા આ હુમલા બાદથી લેબનાનની સરહદે ઇઝરાયેલના પ્રદેશ પર સતત સાયરનનો અવાજ સંભળાય છે. આ હુમલા બાદ ઈઝરાયેલી સેનાએ સમગ્ર ઈઝરાયેલમાં ઈમરજન્સી લાદી દીધી છે. આ પહેલા રવિવારની વહેલી સવારે ઈઝરાયેલ લેબનાનની સરહદમાં ઘૂસીને હિઝબુલ્લાહની જગ્યાઓને નિશાન બનાવી હતી.
હિઝબુલ્લાહએ જણાવ્યું હતું કે આ હુમલામાં ઇઝરાયેલની મુખ્ય સૈન્ય સાઇટને નિશાન બનાવવામાં આવી હતી, જેની જાહેરાત પછીથી કરવામાં આવશે અને દુશ્મનની ઘણી સાઇટ્સ અને બેરેક અને આયર્ન ડોમ પ્લેટફોર્મને પણ નિશાન બનાવ્યું હતું. ઇઝરાયેલી સૈન્યએ હુમલા પછી ટ્વિટર પર લખ્યું "અમે આતંકવાદના માળખાને નિશાન બનાવીએ છીએ, તેઓ નાગરિકોને નિશાન બનાવે છે."
ફવાદ શુક્રના હુમલાનો આપ્યો જવાબ!
લેબનીઝ બળવાખોર જૂથ હિઝબુલ્લાએ આજે સવારે જાહેરાત કરી હતી કે તેણે બેરુતમાં તેના એક કમાન્ડરની હત્યાનો બદલો લેવા માટે મોટી સંખ્યામાં ડ્રોન ફાયર કરીને ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. હિઝબુલ્લાહના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલામાં "એક મુખ્ય ઇઝરાયેલ લશ્કરી સ્થળ, જેની જાહેરાત પછીv કરવામાં આવશે" અને "કેટલીક દુશ્મન સાઇટ્સ અને બેરેક, તેમજ 'આયર્ન ડોમ' પ્લેટફોર્મને નિશાનો બનાવ્યો હતો."
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગયા મહિને બેરૂતના દક્ષિણી શહેરોમાં થયેલા હુમલામાં જૂથના ટોચના કમાન્ડર ફવાદ શુક્રની હત્યાના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.
અગાઉ, ઇઝરાયેલની સેનાએ લેબનાનમાં હિઝબુલ્લાહના સ્થળો પર હુમલાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે ઉગ્રવાદી જૂથ ઇઝરાયેલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો હતો કે તેઓએ તે ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા, જ્યાંથી ઈઝરાયેલ પર હુમલો કરવાની તૈયારી થઈ રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMનિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
April 25, 2025 07:17 PMજામનગરના કાલાવડમાં કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:12 PMજામનગર : વેપારીઓ દ્વારા આજે સાંજે વેપાર ધંધા સજ્જડ બંધ
April 25, 2025 07:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech