મજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત

  • May 02, 2025 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઓલ ઇન્ડીયા ઇન્ટર એગ્રીકલ્ચર સ્પોર્ટસ એન્ડ ગેમ્સ મીટ -૨૦૨૫-૨૬ અયોધ્યા ખાતે રાષ્ટીય લેવલની સ્પર્ધામાં ભાગ લેવા પોરબંદરના મજીવાણા ગામનો યુવાન રવાના થયો છે. 
પોરબંદર તાલુકાના મજીવાણા ગામનો યુવાન રવિરાજ ભીખુભાઈ જાડેજા છેલ્લા એક વર્ષથી ઓડિસા યુનિર્વસીટી ઓફ એગ્રીકલ્સર એન્ડ ટેકનોલોજી, ભુવનેશ્વર ખાતે ફોરેસ્ટ્રી વિભાગ મા માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરે છે. અને દેશની જુદી જુદી એગ્રીકલ્સર યુનિર્વરસીટી ઓની રાષ્ટીય લેવલ ની બેડમીન્ટન હરીફાઈ આગામી તા. ૨-૫-૨૦૨૫ થી તા. ૫-૫-૨૦૨૫ સુધી કુમારગંજ અયોધ્યા ખાતે યોજાવાની છે. જેમાં ભારત દેશના રાજ્યોની જુદી- જુદી કૃષિ યુનિર્વસીટીઓ અને કોલેજો વચ્ચે જંગ જામશે. આ ખેલાડીઓ રાજય અને ઝોન લેવલમાં ભાગ લીધા પછી હવે નેશનલ લેવલ પર પોતાનું કૌવત બતાવશે અને પોતપોતાની કોલેજ યુનિર્વસીટી ને વિજેતા બનાવવામાં અને પોતાને ચેમ્પીયન બનાવવા આ રમતવિરો દ્વારા એડીચોટીનુ જોર લગાવવામાં આવશે.
 આ રાષ્ટીય લેવલની સ્પર્ધામા જુદી -જુદી રમતો જેવી કે કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ટેબલટેનીસ, બેડમીન્ટન, એથ્લેટિક વગેરે જેવી જુદી -જુદી રમતોની હરીફાઈ કુમારગંજ અયોધ્યા ખાતે યોજાવાની છે. જેમાં પોરબંદર તાલુકાના મજીવાણા ગામનો યુવાન રવિરાજ ભીખુભાઈ જાડેજા પોતાની ઓડીસા યુનિર્વસીટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી, ભુવનેશ્ર્વર તરફથી ભાગ લેવા રવાના થયો છે.અને ગયા વરસે પણ નવસારી એગ્રીકલ્સર યુનીર્વસીટીમાં અભ્યાસ કરતો હતો ત્યારે પણ હરીયાણા ખાતે આવી જ નેશનલ કક્ષાની બેડમીન્ટન હરીફાઈ મા ભાગ લીધો હતો. તેમજ હમણા જ સમાપ્ત થયેલી ગુજરાત રાજ્યની ખેલમહાકુંભમાં પણ પોરબંદર જીલ્લામાં બેડમીન્ટન મિક્ષ-ડબલ્યુ માં રનર્સ અપ થયો હતો. બેડમીન્ટન સાથે ક્રીકેટ મા ખુબ રસ ધરાવે છે. તે એક સારો ઓલરાઉન્ડર ખેલાડી પણ છે. અને નવસારી એગ્રીકલ્સર યુનિર્વસીટી તરફથી ઈન્ટર યુનિવર્સિટી તથા વેસ્ટઝોન કોમ્પીટીશન રાજસ્થાનના સિકર ખાતે યોજાઈ હતી જેમાં તેણે ભાગ લીધો હતો. અને બેટીગ અને બોલીગ મા ઔલરાઉન્ડર પરફોમન્સ આપયુ હતુ. ઝોન લેવલ સુધી ક્રીકેટમા પોતાનુ કૌવત બતાવેલ છે. આમ રવિરાજ એકમાત્ર ખેલાડી છે. જેમણે ક્રીકેટ મા રાજય તથા વેસ્ટઝોન સુધી અને બેડમીન્ટન મા ગયા વરસે હરીયાણા અને હવે બીજી વખત અયોધ્યા ખાતે નેશનલ રમવા જય રહયો છૈ. તેથી ઓડીસાના ભુવનેશ્ર્વર મુકામે આવેલ યુનિર્વસુટીના લોકો, સ્ટાફ, અને મીત્રોએ અભીનંદન પાઠવેલ છે. આમ અભ્યાસ સાથે સાથે રમત ગમતમા પણ રવિરાજે પોરબંદર તેમજ એક નાનકડા એવા મજીવાણા ગામનુ નામ રોશન કરેલ છે તેથી ગામના સર્વ ગ્રામજનો, મીત્રો, તથા કોલેજ પરીવાર હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. અને અયોધ્યા મુકામે ઓલ ઇન્ડીયા એગ્રીકલ્ચર સ્પોર્ટસ કોમ્પીટીશનમાં       ચેમ્પીયન બની આ કોમ્પિટિશન જીતીને આવે એવી શુભકામના પાઠવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application