એઇમ્સના કામ માટે માહિ બિલ્ડકોનના સંચાલકે પેટા કોન્ટ્રાકટરને ૧૫ લાખ સામે ૪.૩૦ લાખ આપ્યા

  • December 14, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં નિર્માણ પામેલી એઇમ્સ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૩ માં કામ ચાલતું હતું તે સમયે અહીં કોન્ટ્રાન્ટક રાખનાર નાગપુરની માહિ બિલ્ડકોનના સંચાલકે મોરબીના યુવાનને પેટા કોન્ટ્રાકટ આપી લાદી લગાડવાનું કામ આપ્યું હતું.જેમાં . ૧૫ લાખના બીલ સામે માત્ર .૪.૩૦ લાખ ચૂકવી બાકીની રકમની માંગણી કરતા ઉશ્કેરાઇ ગાળો આપી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે અંગે યુવાને ફરિયાદ નોંધવતા પોલીસે એટ્રોસિટી અને ધમકી અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્રા વિગતો મુજબ, મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ રોહીદાસપરા રોડ વિજયનગર–૧ માં રહેતાં અને લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતાં ધર્મેશ દેવજીભાઇ મકવાણા (ઉ.વ.૩૩)એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહારાષ્ટ્ર નાગપુરમાં વિહરી ગાંવ પર્લ હેરીટેઝ પ્લોટ ન.ં ૩ બંગલો ન.ં એફ–૪૨ ખાતે રહેતાં તુષાર હરીશભાઇ રાવલનું નામ આપ્યું છે.
ધર્મેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે,પોતે ૨૦૧૭થી સિધ્ધી કોન્ટ્રકશન નામથી લેબર કોન્ટ્રાકટર તરીકે બાંધકામ, રોડ વગેરેનું કામ કરે છે.૧૪ મહિના પહેલા સપ્ટેમ્બર–૨૦૨૩ના છેલ્લા અઠવાડીયામાં તેઓ અને મિત્ર ભાગીદાર રમેશભાઇ ઉર્ફ રામભાઇ કમાભાઇ વઘોરા (રહે. જામનગર) માહી બિલ્ડકોન કંપનીના માલિક દરે તુષાર હરિશભાઇ રાવલ (રહે. નાગપુર મહારાષ્ટ્ર)ને રાજકોટ મોટી ટાંકી પાસે ચંદ્રમોૈલેશ્વર નામની ઓફિસ ખાતે મળ્યા હતાં. ત્યારે તુષાર રાવલે એઇમ્સ હોસ્પિટલના કામ અંગે વાતચીત કરી હતી.આશરે ૮૦ લાખનું બે લાખ સ્કવેર ફુટ જેટલુ વોલ ટાઇલ્સ અને ફલોર ટાઇલ્સ (મારબલ)નું કામ હોવાનું જણાવ્યું હતું.તેમજ તુષાર રાવલે પોતાને રાજકોટ એઇમ્સ પાસેથી તમામ કોન્ટ્રાકટ મળ્યો હોવાનું પણ કહ્યું હતું.
ત્યાર બાદ માહી બિલ્ડકોનના લેટરપેડવાળો વર્ક ઓડર તુષાર રાવલે વ્હોટસએપથી ૧૧૦૨૩ના રોજ મને મોકલ્યો હતો.તેના દસ દિવસ બાદ ધર્મેશભાઈએ રાજકોટ એઇમ્સ હોસ્પિટલ ખાતે ટાઇલ્સનું કામ ચાલુ કર્યુ હતું.
બાદમાં ા. ૪,૬૮,૨૨૧નું ધર્મેશભાઈએ તુષાર રાવલને તેના મોબાઇલ ફોનમાં વ્હોટસએપથી મોકલ્યું હતું અને આગળનું કામ પણ ચાલુ રાખ્યું હતું. એ પછી મેં નવેમ્બર–૨૦૨૩ તથા ડિસેમ્બર–૨૦૨૩ના બે મહિનાના કામનું બિલ તુષાર રાવલને મોકલ્યું હતું.આ સામે તેણે ૩૦ ટકા હોલ્ટ રાખી ા.૨,૪૧,૫૧૩ મંજુર કર્યા હતાં.બાદમાં ૧૫૧૨ના રોજ તુષાર રાવલને એઇમ્સ હોસ્પિટલની એનકેજી ઓફિસ બહાર તેને મળ્યા હતાં. ત્યારે બાકીના પૈસા માંગતા તુષારે જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આમ તેમણે કુલ બિલના ૧૫ લાખ સામે મને ૪,૩૦,૦૦૦ જ ચુકવ્યા હોઇ બાકીના ૧૦,૭૦,૦૦૦ ન ચુકવતાં અને મેં ઉઘરાણી કરતાં ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ધમકી દીધી હોઇ યુવાને અંતે આ ફરિયાદ નોંધાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application