જામનગરમાં ભક્તિભાવ સાથે મહા સોમયજ્ઞ અને વિષ્ણુગોપાલ યજ્ઞનો ગઇકાલથી શુભારંભ

  • January 26, 2024 01:28 PM 

શહેરના આ અભૂતપૂર્વ ધર્મોત્સવનો લાભ લેવા ઉધોગકારો-રાજકીય અને સામાજીક ક્ષ્ોત્રના આગેવાનો તેમજ પ્રજાક્યિ પ્રતિનિધિઓ સાથે મોટી સંખ્યામાં નગરજનોનો પ્રવાહ પ્રથમ દિવસથી યજ્ઞ સ્થળ પર ઉમટયો: શાસ્ત્રોક્ત વિધિ-વિધાનુસાર વિાન પંડીતો દ્વારા કરાવાતી યજ્ઞ વિધી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસીડેન્ટ ધનરાજભાઈ નથવાણી પણ દર્શનાર્થે પહોંચ્યા...



જામનગરના આંગણે ભક્તિભાવ અને શ્રધ્ધા-ઉત્સાહ સાથે અભૂતપૂર્વ મહાસોમયાગ અને વિરાટ વિષ્ણુગોપાલ યજ્ઞનો શુભારંભ થયો છે. શહેરમાં આયોજીત આ છ દિવસીય મહાધર્મોત્સવના પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં ભાવિકો સાથે ઉધોગકારો, રાજકીય ક્ષ્ોત્ર અને સામાજીક ક્ષ્ોત્રના આગેવાનો-પ્રજાક્યિ પ્રતિનિધિઓ-કાર્યકરોનો પ્રવાહ યજ્ઞ સ્થળ પર ઉમટી રહયો છે.



શહેરમાં એરપોર્ટ રોડ પર જુની આર.ટી.ઓ.ચેક પોસ્ટ નજીક યજમાન લાલ પરિવારની વાડી પર ઉભા કરાયેલા વિશાળ શ્રી વલ્લભાચાર્યનગરમાં તા.રપ જાન્યુઆરીથી તા.30 જાન્યુઆરી દરમ્યાન આયોજીત કરાયેલા શ્રી વિરાટ વાજપેય બૃહસ્પતિ મહાસોમયાગ મહોત્સવ સાથે વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞનો શુભારંભ તા.રપ ના સવારે યજમાન લાલ પરિવારના અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ, મિતેષ્ાભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજભાઈ લાલ અને પરિવારના સૌ સભ્યો તેમજ કુટુંબીજનો અને યજ્ઞમાં આહુતિ આપવા માટે બેસનારા દંપતિઓ સાથે વિશાળ દર્શકોની ઉપસ્થિતીમાં થયો હતો. ઈંદોરના પદ્મમભૂષ્ાણ પ.પૂ.ગો.ડો.શ્રી ગોકુલોત્સવજી, સોમયજ્ઞ સમ્રાટ પૂ.પા.ગો.ડો.વ્રજોત્સવજી મહોદયની નિશ્રામાં વિાન પંડિતો શુભ મંત્રોચ્ચાર સાથે આ યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરાવી રહયા છે.



આ મહાધર્મોત્સવના પ્રથમ દિવસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસીડેન્ટ ધનરાજભાઈ નથવાણી, રાષ્ટ્રિય સ્વયંસેવક સંધના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી, જામનગર (દક્ષ્ાિણ) ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, સ્થાયી સમિતિના અધ્યક્ષ્ા નિલેશભાઈ કગથરા, વિશ્ર્વ હિન્દુ પરીષ્ાદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ્ા ભરતભાઈ મોદી, હિન્દુ જાગરણ મંચના સંયોજક રાજુભાઈ પિલ્લાઈ, જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રમુખ રામજીભાઈ પટેલ, વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના જીલ્લા પ્રભારી અરજણભાઈ સોજીત્રા સહિતના ઉધોગકારો, રાજકીય અને સામાજીક ક્ષ્ોત્રના આગેવાનો - કાર્યકરો અને ભાવિક નગરજનો મોટી સંખ્યામાં યજ્ઞનારાયણના દર્શન માટે જોડાયા હતાં.



આ ધર્મોત્સવના પ્રથમ દિને સંધ્યાકાળે યજ્ઞ વિધિના વિરામ પછી તુલસીવિવાહ મનોરથની પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બેન્ડવાજા સાથે તુલસીવિવાહ ઉત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં પણ મોટી સંખ્યામાં ભાવિક ભાઈ-બહેનો જોડાયા હતાં.



જામનગરના સોમયજ્ઞ માટે સ્પેશ્યલ બસની સેવા...

જામનગરમાં એરપોર્ટ રોડ નજીક જુની આર.ટી.ઓ.ચેક પોસ્ટ સામે લાલ પરિવારની વાડીમાં  શ્રી વલ્લ્ભાચાર્યનગર  ખાતે ચાલી રહેલા સોમયજ્ઞના દર્શન તથા પરિક્રમાનો લાભ લેવા આવતા ભાવિકો માટે યજ્ઞના દિવસો દરમ્ય્ાાન દરરોજ સવારે 9 વાગ્યે અને બપોરે 4 વાગ્યે નીચે મુજબના રૂટ પર સ્પેશ્યલ બસની સુવિધા યજમાન એચ.જે.લાલ પરિવાર દ્વારા કરવામાં આવી છે.



આ સ્પેશ્યલ બસ સવાર-સાંજના ઉપર લખ્યા મુજબના સમયાનુસાર રામેશ્ર્વરનગર, ડી.કે.વી.કોલેજ સર્કલ, વી-માર્ટથી શરૂ સેકશન રોડ થઈને યજ્ઞ સ્થળ પર જશે અને એજ રૂટ પર પરત આવશે.



આ જ રીતે બીજી બસ નિલકંઠ મહાદેવ મંદિર (અપના બજાર - તળાવની પાળના ઢાળીયા પાસે) થી ટાઉનહોલ, લાલબંગલા સર્કલથી ખોડીયાર કોલોની થઈ યજ્ઞ સ્થળ પર જશે અને કાર્યક્રમ પૂર્ણ થયે એ રૂટ પર જ પરત જશે. ત્રીજી બસ એમ્યુઝમેન્ટ પાર્ક, ખોડીયાર કોલોની, દિગ્જામ રેલ્વે ઓવર બ્રિજથી મહાકાળી ચોકથી સર્મપણ સર્કલ થઈ યજ્ઞ સ્થળે જશે - આવશે. જયારે ચોથી બસ સાધના કોલોની જલારામ મંદિરથી નાનકપુરી, પવનચકકી, દિગ્વીજય પ્લોટ જુની પોલીસ ચોકીવાળા માર્ગ પરથી એસ.ટી.ડેપોથી સાત રસ્તા થઈ યજ્ઞ સ્થળ માટે આવવા - જવાની સેવા આપશે. આ અંગે વધુ માહિતી માટે રાજુભાઈ મારફતીયા (93ર81 0પરપર) નો સંપર્ક કરવા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application