ગ્રામ્ય વિસ્તારના પ્રશ્ર્નોને વાચા આપતા હેમંત ખવા
કલેકટર કચેરી ખાતે ફરિયાદ અને સંકલનની મીટીંગ યોજાઇ હતી. આ મીટીંગમાં ધારાસભ્ય હેમંત ખવા દ્વારા પ્રજાહિતના અનેક પ્રશ્ર્નો અંગે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. આ મીટીંગમાં હેમંત ખવા પ્રજાહિતના પ્રશ્ર્નોની હારમાળાઓ સર્જી અધિકારીઓ પર વરસ્યા હતા.
જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર તાલુકાના ચેકડેમો અને તળાવો કઇ કઇ યોજનામાંથી બન્યા અને તેના મરામતની જવાબદારી કઇ કચેરીની રહેશે તેવો પ્રશ્ર્ન રજુ કરાયો હતો. આ સંદર્ભે હેમંત ખવા દ્વારા કલેકટરને આગોતરુ આયોજન કરી એક માસ્ટર પ્લાન બનાવી કલસ્ટર વાઇઝ મરામત કરાવવા સુચનો કરવામાં આવ્યા હતા. આ તકે કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ પણ ઉપસ્થિત હોય આ બાબત તેમના ઘ્યાને મુકી જરુરી પગલા લઇ જામનગર જિલ્લાનાં વધુમાં વધુ ચેકડેમો અને તળાવો મરામત થાય અને ખેડુતોને ઉપયોગી થાય તે માટે હેમંત ખવા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
જામજોધપુર તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ બનાવવા માટે જિલ્લા લેવલેથી દરખાસ્ત કરવા સુચના કરવામાં આવ્યું જેને લઇને આવનારા બજેટમાં તેની જોગવાઇ કરવી શકય બને.
છેલ્લા ઘણા વર્ષોથી પ્રમોલગેશનની ક્ષતિઓ સુધારવા માટે કરવામાં આવેલ અરજીઓ સંદર્ભે તાત્કાલિક માપણી કરાવવા તેમજ જે ગામમાં સર્વેયર માપણી માટે જાય તે ગામમાં સરપંચને તથા અરજદારને અગાઉ જાણ કરવા સુચનો કરવામાં આવ્યા. વધુમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જમીન માપણી પાયલોટ પ્રોજેકટ અંતર્ગત થઇ હોય સંપુર્ણ માપણી રદ કરી નવી માપણીની રજૂઆત કરવામાં આવી હતી.
છેલ્લા એક વર્ષમાં જામજોધપુર અને લાલપુર તાલુકામાં અનેક વિકાસના કામો તથા ધારાસભ્ય ફંડમાંથી ફાળવેલ ગ્રાન્ટમાં તાકીદે કામ ચાલુ કરાવવા માટે સંબંધિત અધિકારીને તાત્કાલિક કામો ચાલુ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.
શૈક્ષણિક બાબતે સ્કુલોના બિલ્ડીંગ માટે ઝાંખર, કડબાલ, બબરઝર અને બુટાવદર ગામની હાઇસ્કુલના બિલ્ડીંગો બાબતે પ્રશ્ર્ન રજુ કરવામાં આવ્યો હતો. જેમાં ઝાંખર ગામ તેમજ ગઢકડા ગામમાં તાત્કાલિક માપણી કરી જમીન ફાળવવા સુચન કરાયું હતું તેમજ કડબાલ, બબરઝર અને બુટાવદર ગામે તાત્કાલિક કામ પૂર્ણ થાય તે માટે સુચન કરવામાં આવ્યું. સેવક ભરુડીયા ગામમાં પણ પ્રાથમિક શાળાની જમીન બાબતનો પ્રશ્ર્ન હોઇ, ઉપરોકત બાબતે તાત્કાલિક પગલા લેવા જણાવાયું હતું.
જામજોધપુર અને લાલપુર તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં નવા ઓરડાઓ મંજુર કરવાના લીસ્ટમાં ખુબ જ વિસંગતતાઓ જોવા મળી હતી જે ગામોમાં ઓરડાઓની ઘટ છે ત્યાં ફાળવવામાં નથી આવ્યા તે બાબતે આગામી કવોટામાં એવા તમામ ગામોમાં ઓરડાઓ ફાળવવા સુચન કયર્િ જયાં ખરેખર નવા ઓરડાઓની જરુર છે.
જામજોધપુર અને લાલપુર તાલુકામાં શિક્ષકો દ્વારા ટી.પી.ઇ.ઓ.ની ફીરયાદ ધારાસભ્ય સમક્ષ કરવામાં આવી હતી આથી ધારાસભ્ય દ્વારા જામજોધપુર તાલુકાના ટી.પી.ઇ.ઓ. સામે તપાસ કરી તેમની ટુર ડાયરી સાથે તેમણે વીઝીટ કરેલ સ્થળો પર સી.સી.ટી.વી. કૂટેજ ચેક કરવા સુચનો કરવામાં આવ્યા હતા. તેમજ ટી.પી.ઇ.ઓ.ને શિક્ષકો સાથે શાંતિપૂર્ણ વર્તન કરી તેમના વિસ્તારમાં રેગ્યુલર વીઝીટ કરવા સુચના આપવામાં આવી હતી.
સરકાર દ્વારા અવારનવાર ગ્રામ સભાઓના આયોજન થતાં હોય પણ ગ્રામસભાના પ્રશ્ર્નોનો નિકાલ થતો ન હોય, ધારાસભ્ય દ્વારા જામનગર, જોડિયા, જામજોધપુર અને લાલપુર તાલુકામાં છેલ્લા બે વર્ષમાં કેટલી ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું તે બાબતે પ્રશ્ર્ન પુછવામાં આવ્યો હતો. જેમાં અધિકારીઓ દ્વારા અધુરી માહિતી આપતા તેમને પૂરી માહિતી આપી ગ્રામ સભાઓમાં ઉપસ્થિત થયેલ તમામ પ્રશ્ર્નોની યાદી તેમજ તેના નિરાકરણ માટે કરવામાં આવેલ કામગીરીની વિગત પુરી પાડવા આદેશ કરવામાં આવ્યા હતા.
1લી મેના રોજ જામનગરખાતે ગુજરાત ગૌરવ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચાર કરોડથી વધુ રકમના કામો વગર ટેન્ડરે કાર્યપાલક ઇજનેર આર એન્ડ બી દ્વારા જરુરી બીલો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવતા ધારાસભ્ય દ્વારા આ પ્રશ્ર્ન પડતર રાખી આગામી બેઠકમાં ફરીથી લેવા સુચન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં જામનગર જિલ્લામાં સરકારી કાર્યક્રમો પાછળ પ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો જયારે તેની સરખામણીએ રોડ રસ્તા રિપેર કરવા પાછળ માત્ર 97 લાખ જ ખર્ચ કરવામાં આવ્યો હોય આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી યોગ્ય તપાસ કરવા સુચનો કયર્.િ
જામજોધપુર અને લાલપુર તાલુકામાં સરપંચોની ટર્મ પૂરી થઇ જતા વહીવટદારોની નિમણુંક થયેલ છે. વહીવટદારો સામેની ફરિયાદો મળતા હેમંત ખવા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સુચના આપવામાં આવી કે વહીવટવારોને રુબરુ બોલાવી અટકેલા કામો તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને જો કોઇ વહીવટદાર કામ કરવા ઇચ્છતા ન હોય તો પેકેજ બનાવી ટેન્ડર પ્રક્રિયા કરી કામ પૂર્ણ કરાવવામાં આવે જે મુદે 31 મી માર્ચ સુધીમાં તમામ કામો પૂર્ણ કરવાનું કલેકટર દ્વારા સુચન કરવામાં આવ્યું.
સિંચાઇ ક્ષેત્રે જામજોધપુર અને લાલપુર તાલુકામાં છેલ્લા દસ વર્ષમાં કેટલી કેનાલો રીપેર કરવામાં આવી અને તેની પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો તેવો પ્રશ્ર્ન પુછવામાં આવ્યો હતો. અંતમાં જામજોધપુર અને લાલપુર તાલુકાની તમામ કાચી કેનાલોને પાકી કરવા માટે તાત્કાલિક દરખાસ્તો કરી કાર્યવાહી કરવા સુચનો કરવામાં આવ્યા.
છેલ્લા ઘણાસમયથી જિલ્લામાં નવી સસ્તા અનાજની દુકાનો ખોલેલી ન હોય છેલ્લા એક વર્ષમાં નવા એફ.પી.એસ. સેન્ટરો ખોલવા માટે કેટલી અરજીઓ મળેલ છે તેઓ પ્રશ્ર્ન કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં વિભાગ દ્વારા જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની રચનાની કાર્યવાહી પ્રગતિમાં છે તેવો જવાબ કરવામાં આવ્યો હતો. હેમંત ખવા દ્વારા આ સમિતિની તાકીદે બેઠક બોલાવવા સુચન કરી જે ગામોમાં નિયમ મુજબ નવા એફ.પી. એસ. સેન્ટરો ખોલી શકાય છે ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવા સુચનો કરવામાં આવ્યા. કલેકટર દ્વારા આવતા અઠવાડિયામાં જ બેઠક બોલાવવા માટે આદેશ કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ ગ્રામ પંચાયતને પાણીની મોટર બગડી જાય ત્યારે સમયસર મોટર પુરી પાડવામાં આવતી નથી જેના લીધે ગામલોકોને પીવાના પાણી મેળવવા માટે ખુબ જ અગવડતા પડતી હોય છે જે બાબતે વધારાની મોટર સ્ટોરમાં રાખવા તેમજ વધુમાં વધુ ર દિવસમાં ગ્રામ પંચાયતને મોટર મળી રહે તે માટે સુચનો કરવામાં આવ્યા. પીવાના પાણી માટે વનાણા વેણુ ડેમમાંથી જૂથ યોજના દ્વારા મોટાવડીયાનો સમાવેશ કરવા સુચનો કરવામાં આવ્યા.
કિસાનોને દિવસે વીજળી મળી રહે તે માટે કિસાન સુર્યોદય યોજના અંતર્ગત કેટલાક ગામોને સમાવવામાં આવ્યા તે બાબતનો પ્રશ્ર્ન રજુ કરાયોહતો. વધુમાં શેઠવડાળા સમાણા પંથકના ગામડાઓમાં દીપડો અને સિંહણ આવતા રાત્રીના સમયે ખેડુતોને ખેતરમાં પાણી પાવા માટે મુશ્કેલી પડતી હતી જેને લઇ આ વિસ્તારના ફીડરોમાં દિવસે જ વીજળી આપવા હેમંત ખવાએ સુચનો કયર્િ હતા. જે પૈકી અમુક ફીડરોમાં દિવસે વીજળી આપતા હોય બાકીના ફીડરમાં સક્ષમ કક્ષાએથી મંજુરી મેળવી દિવસે વીજળી આપવામાં આવશે એવું ઉપસ્થિતિં અધિકારી દ્વારા જણાવેલ.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ફરિયાદ અને સંકલનની બેઠકમાં પણ ઉપસ્થિત રહી હેમંત ખવા દ્વારા લોકહિત માટે પ્રશ્ર્નો રજુ કરાયા હતા. જેમાં ચરકલા ટુપણી આરંભડા નાગેશ્ર્વર રોડના કામ બાબતે પ્રશ્ર્ન પુછી જરુરી માહિતી પૂર્તતા કરવા તેમજ સંબંધિત અધિકારીને આવતી બેઠકમાં હાજર રહેવા જણાવાયું હતું. ભાણવડ તાલુકાના કબરકા ડેમને સૌની યોજના હેઠળ ભરવા માટે જરુરી દરખાસ્ત કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ભણગોરથી જે.પી.દેવળીયાના ખરાબ રસ્તા બાબતે સીઆર ની ગ્રાન્ટમાંથી તાત્કાલિક પેચવર્ક કરાવવા માટે સુચન કરવામાં આવ્યું હતું. તેમજ આંબરડીથી ચોખંડાનો મંજુર થયેલ રસ્તાનું તાત્કાલિતક ટેન્ડર કરવા માટે સુચન કરાયું હતું.
આમ હેમંત ખવા દ્વારા ફરી એક વખત જામનગર અને દેવભૂમિ દ્વારકા એમ બન્ને જિલ્લાની સંકલનની મીટીંગમાં ઉપસ્થિત રહી પ્રજાહિતના અનેક પ્રશ્ર્નો રજુ કરી ગ્રામ્ય વિસ્તારના પ્રશ્ર્નો બાબતે ઉગ્ર રજૂઆતો કરી પ્રશ્ર્નોના નિરાકરણ કરવા અધિકારીઓને સુચનો કયર્િ હતા.
ચુંટાયેલા નવા ધારાસભ્યોમાંથી સૌથી વધુ 12 પૈકી 11 સંકલનની મીટીંગમાં હાજર રહી હેમંત ખવા દ્વારા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના પ્રશ્ર્નોને વાચા આપી ઉકેલવા પ્રયત્નો હાથ ધયર્િ હતા. કલેકટર કચેરી ખાતે ફરિયાદ અને સંકલનની મીટીંગ યોજાઇ હતી. આ મીટીંગમાં ધારાસભ્ય હેમંત ખવા દ્વારા પ્રજાહિતના અનેક પ્રશ્ર્નો અંગે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. આ મીટીંગમાં હેમંત ખવા પ્રજાહિતના પ્રશ્ર્નોની હારમાળાઓ સર્જી અધિકારીઓ પર વરસ્યા હતા.
જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર તાલુકાના ચેકડેમો અને તળાવો કઇ કઇ યોજનામાંથી બન્યા અને તેના મરામતની જવાબદારી કઇ કચેરીની રહેશે તેવો પ્રશ્ર્ન રજુ કરાયો હતો. આ સંદર્ભે હેમંત ખવા દ્વારા કલેકટરને આગોતરુ આયોજન કરી એક માસ્ટર પ્લાન બનાવી કલસ્ટર વાઇઝ મરામત કરાવવા સુચનો કરવામાં આવ્યા હતા. આ તકે કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ પણ ઉપસ્થિત હોય આ બાબત તેમના ઘ્યાને મુકી જરુરી પગલા લઇ જામનગર જિલ્લાનાં વધુમાં વધુ ચેકડેમો અને તળાવો મરામત થાય અને ખેડુતોને ઉપયોગી થાય તે માટે હેમંત ખવા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
જામજોધપુર તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ બનાવવા માટે જિલ્લા લેવલેથી દરખાસ્ત કરવા સુચના કરવામાં આવ્યું જેને લઇને આવનારા બજેટમાં તેની જોગવાઇ કરવી શકય બને.
છેલ્લા ઘણા વર્ષોથી પ્રમોલગેશનની ક્ષતિઓ સુધારવા માટે કરવામાં આવેલ અરજીઓ સંદર્ભે તાત્કાલિક માપણી કરાવવા તેમજ જે ગામમાં સર્વેયર માપણી માટે જાય તે ગામમાં સરપંચને તથા અરજદારને અગાઉ જાણ કરવા સુચનો કરવામાં આવ્યા. વધુમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જમીન માપણી પાયલોટ પ્રોજેકટ અંતર્ગત થઇ હોય સંપુર્ણ માપણી રદ કરી નવી માપણીની રજૂઆત કરવામાં આવી હતી.
છેલ્લા એક વર્ષમાં જામજોધપુર અને લાલપુર તાલુકામાં અનેક વિકાસના કામો તથા ધારાસભ્ય ફંડમાંથી ફાળવેલ ગ્રાન્ટમાં તાકીદે કામ ચાલુ કરાવવા માટે સંબંધિત અધિકારીને તાત્કાલિક કામો ચાલુ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.
શૈક્ષણિક બાબતે સ્કુલોના બિલ્ડીંગ માટે ઝાંખર, કડબાલ, બબરઝર અને બુટાવદર ગામની હાઇસ્કુલના બિલ્ડીંગો બાબતે પ્રશ્ર્ન રજુ કરવામાં આવ્યો હતો. જેમાં ઝાંખર ગામ તેમજ ગઢકડા ગામમાં તાત્કાલિક માપણી કરી જમીન ફાળવવા સુચન કરાયું હતું તેમજ કડબાલ, બબરઝર અને બુટાવદર ગામે તાત્કાલિક કામ પૂર્ણ થાય તે માટે સુચન કરવામાં આવ્યું. સેવક ભરુડીયા ગામમાં પણ પ્રાથમિક શાળાની જમીન બાબતનો પ્રશ્ર્ન હોઇ, ઉપરોકત બાબતે તાત્કાલિક પગલા લેવા જણાવાયું હતું.
જામજોધપુર અને લાલપુર તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં નવા ઓરડાઓ મંજુર કરવાના લીસ્ટમાં ખુબ જ વિસંગતતાઓ જોવા મળી હતી જે ગામોમાં ઓરડાઓની ઘટ છે ત્યાં ફાળવવામાં નથી આવ્યા તે બાબતે આગામી કવોટામાં એવા તમામ ગામોમાં ઓરડાઓ ફાળવવા સુચન કયર્િ જયાં ખરેખર નવા ઓરડાઓની જરુર છે.
જામજોધપુર અને લાલપુર તાલુકામાં શિક્ષકો દ્વારા ટી.પી.ઇ.ઓ.ની ફીરયાદ ધારાસભ્ય સમક્ષ કરવામાં આવી હતી આથી ધારાસભ્ય દ્વારા જામજોધપુર તાલુકાના ટી.પી.ઇ.ઓ. સામે તપાસ કરી તેમની ટુર ડાયરી સાથે તેમણે વીઝીટ કરેલ સ્થળો પર સી.સી.ટી.વી. કૂટેજ ચેક કરવા સુચનો કરવામાં આવ્યા હતા. તેમજ ટી.પી.ઇ.ઓ.ને શિક્ષકો સાથે શાંતિપૂર્ણ વર્તન કરી તેમના વિસ્તારમાં રેગ્યુલર વીઝીટ કરવા સુચના આપવામાં આવી હતી.
સરકાર દ્વારા અવારનવાર ગ્રામ સભાઓના આયોજન થતાં હોય પણ ગ્રામસભાના પ્રશ્ર્નોનો નિકાલ થતો ન હોય, ધારાસભ્ય દ્વારા જામનગર, જોડિયા, જામજોધપુર અને લાલપુર તાલુકામાં છેલ્લા બે વર્ષમાં કેટલી ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું તે બાબતે પ્રશ્ર્ન પુછવામાં આવ્યો હતો. જેમાં અધિકારીઓ દ્વારા અધુરી માહિતી આપતા તેમને પૂરી માહિતી આપી ગ્રામ સભાઓમાં ઉપસ્થિત થયેલ તમામ પ્રશ્ર્નોની યાદી તેમજ તેના નિરાકરણ માટે કરવામાં આવેલ કામગીરીની વિગત પુરી પાડવા આદેશ કરવામાં આવ્યા હતા.
1લી મેના રોજ જામનગરખાતે ગુજરાત ગૌરવ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચાર કરોડથી વધુ રકમના કામો વગર ટેન્ડરે કાર્યપાલક ઇજનેર આર એન્ડ બી દ્વારા જરુરી બીલો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવતા ધારાસભ્ય દ્વારા આ પ્રશ્ર્ન પડતર રાખી આગામી બેઠકમાં ફરીથી લેવા સુચન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં જામનગર જિલ્લામાં સરકારી કાર્યક્રમો પાછળ પ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો જયારે તેની સરખામણીએ રોડ રસ્તા રિપેર કરવા પાછળ માત્ર 97 લાખ જ ખર્ચ કરવામાં આવ્યો હોય આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી યોગ્ય તપાસ કરવા સુચનો કયર્.િ
જામજોધપુર અને લાલપુર તાલુકામાં સરપંચોની ટર્મ પૂરી થઇ જતા વહીવટદારોની નિમણુંક થયેલ છે. વહીવટદારો સામેની ફરિયાદો મળતા હેમંત ખવા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સુચના આપવામાં આવી કે વહીવટવારોને રુબરુ બોલાવી અટકેલા કામો તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને જો કોઇ વહીવટદાર કામ કરવા ઇચ્છતા ન હોય તો પેકેજ બનાવી ટેન્ડર પ્રક્રિયા કરી કામ પૂર્ણ કરાવવામાં આવે જે મુદે 31 મી માર્ચ સુધીમાં તમામ કામો પૂર્ણ કરવાનું કલેકટર દ્વારા સુચન કરવામાં આવ્યું.
સિંચાઇ ક્ષેત્રે જામજોધપુર અને લાલપુર તાલુકામાં છેલ્લા દસ વર્ષમાં કેટલી કેનાલો રીપેર કરવામાં આવી અને તેની પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો તેવો પ્રશ્ર્ન પુછવામાં આવ્યો હતો. અંતમાં જામજોધપુર અને લાલપુર તાલુકાની તમામ કાચી કેનાલોને પાકી કરવા માટે તાત્કાલિક દરખાસ્તો કરી કાર્યવાહી કરવા સુચનો કરવામાં આવ્યા.
છેલ્લા ઘણાસમયથી જિલ્લામાં નવી સસ્તા અનાજની દુકાનો ખોલેલી ન હોય છેલ્લા એક વર્ષમાં નવા એફ.પી.એસ. સેન્ટરો ખોલવા માટે કેટલી અરજીઓ મળેલ છે તેઓ પ્રશ્ર્ન કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં વિભાગ દ્વારા જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની રચનાની કાર્યવાહી પ્રગતિમાં છે તેવો જવાબ કરવામાં આવ્યો હતો. હેમંત ખવા દ્વારા આ સમિતિની તાકીદે બેઠક બોલાવવા સુચન કરી જે ગામોમાં નિયમ મુજબ નવા એફ.પી. એસ. સેન્ટરો ખોલી શકાય છે ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવા સુચનો કરવામાં આવ્યા. કલેકટર દ્વારા આવતા અઠવાડિયામાં જ બેઠક બોલાવવા માટે આદેશ કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ ગ્રામ પંચાયતને પાણીની મોટર બગડી જાય ત્યારે સમયસર મોટર પુરી પાડવામાં આવતી નથી જેના લીધે ગામલોકોને પીવાના પાણી મેળવવા માટે ખુબ જ અગવડતા પડતી હોય છે જે બાબતે વધારાની મોટર સ્ટોરમાં રાખવા તેમજ વધુમાં વધુ ર દિવસમાં ગ્રામ પંચાયતને મોટર મળી રહે તે માટે સુચનો કરવામાં આવ્યા. પીવાના પાણી માટે વનાણા વેણુ ડેમમાંથી જૂથ યોજના દ્વારા મોટાવડીયાનો સમાવેશ કરવા સુચનો કરવામાં આવ્યા.
કિસાનોને દિવસે વીજળી મળી રહે તે માટે કિસાન સુર્યોદય યોજના અંતર્ગત કેટલાક ગામોને સમાવવામાં આવ્યા તે બાબતનો પ્રશ્ર્ન રજુ કરાયોહતો. વધુમાં શેઠવડાળા સમાણા પંથકના ગામડાઓમાં દીપડો અને સિંહણ આવતા રાત્રીના સમયે ખેડુતોને ખેતરમાં પાણી પાવા માટે મુશ્કેલી પડતી હતી જેને લઇ આ વિસ્તારના ફીડરોમાં દિવસે જ વીજળી આપવા હેમંત ખવાએ સુચનો કયર્િ હતા. જે પૈકી અમુક ફીડરોમાં દિવસે વીજળી આપતા હોય બાકીના ફીડરમાં સક્ષમ કક્ષાએથી મંજુરી મેળવી દિવસે વીજળી આપવામાં આવશે એવું ઉપસ્થિતિં અધિકારી દ્વારા જણાવેલ.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ફરિયાદ અને સંકલનની બેઠકમાં પણ ઉપસ્થિત રહી હેમંત ખવા દ્વારા લોકહિત માટે પ્રશ્ર્નો રજુ કરાયા હતા. જેમાં ચરકલા ટુપણી આરંભડા નાગેશ્ર્વર રોડના કામ બાબતે પ્રશ્ર્ન પુછી જરુરી માહિતી પૂર્તતા કરવા તેમજ સંબંધિત અધિકારીને આવતી બેઠકમાં હાજર રહેવા જણાવાયું હતું. ભાણવડ તાલુકાના કબરકા ડેમને સૌની યોજના હેઠળ ભરવા માટે જરુરી દરખાસ્ત કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ભણગોરથી જે.પી.દેવળીયાના ખરાબ રસ્તા બાબતે સીઆર ની ગ્રાન્ટમાંથી તાત્કાલિક પેચવર્ક કરાવવા માટે સુચન કરવામાં આવ્યું હતું. તેમજ આંબરડીથી ચોખંડાનો મંજુર થયેલ રસ્તાનું તાત્કાલિતક ટેન્ડર કરવા માટે સુચન કરાયું હતું.
આમ હેમંત ખવા દ્વારા ફરી એક વખત જામનગર અને દેવભૂમિ દ્વારકા એમ બન્ને જિલ્લાની સંકલનની મીટીંગમાં ઉપસ્થિત રહી પ્રજાહિતના અનેક પ્રશ્ર્નો રજુ કરી ગ્રામ્ય વિસ્તારના પ્રશ્ર્નો બાબતે ઉગ્ર રજૂઆતો કરી પ્રશ્ર્નોના નિરાકરણ કરવા અધિકારીઓને સુચનો કયર્િ હતા. ચુંટાયેલા નવા ધારાસભ્યોમાંથી સૌથી વધુ 12 પૈકી 11 સંકલનની મીટીંગમાં હાજર રહી હેમંત ખવા દ્વારા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના પ્રશ્ર્નોને વાચા આપી ઉકેલવા પ્રયત્નો હાથ ધયર્િ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech