BREAKING NEWS

રાજકોટના સંવેદનશીલ મતદાન મથકોની યાદી જાહેર થશે

  • April 16, 2026 08:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આવનારી તારીખ ૨૬ એપ્રિલના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. જેને લઈને ટૂંક સમયમાં  કલેકટર તંત્ર સંવેદનશીલ મતદાન મથકોની યાદી જાહેર કરશે. ચૂંટણીના આયોજનને સફળ બનાવવા માટે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે દિશામાં કલેકટર તંત્ર અનેક મોરચે તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. તેમજ રાજકોટમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તમામ મતદારોને રાજકોટ જીલ્લા કલેકટર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા ખાસ અપીલ પણ કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કલેક્ટર તંત્ર કામે લાગ્યું છે અને આજરોજ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકાના ચૂંટણી શાખાના સ્ટ્રોંગ રૂમમાંથી ઈ.વી.એમ. વિવિધ વોર્ડમાં આવેલા રીસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે ચૂંટણી શાખા તરફથી મળતી માહિતી મુજબ, રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડમાં કુલ ૧૦૧૪ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ આજે બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ ની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ મથકો માટે ૧૨૦ ટકા લેખે કુલ ૧૨૧૭ બેલેટ યુનિટ અને ૧૨૧૭ કંટ્રોલ યુનિટની ફાળવણી નક્કી કરવામાં આવી હતી. જરૂરિયાત અને વ્યવસ્થાના ભાગરૂપે ૧૩૪૦ બેલેટ યુનિટ અને ૧૨૮૦ કંટ્રોલ યુનિટ ફાળવવામાં આવ્યા છે. મતદાન દરમિયાન કોઈપણ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાય તો તુરંત જ વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે તે હેતુથી આ વધારાના મશીનોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ અધિક જીલ્લા  ચૂંટણી અધિકારી એન. કે. મૂછારના માર્ગદર્શનમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News