કોટડાસાંગાણીના હડમતાળાની સીમમાં વાડીમાંથી ૨.૭૩ લાખનો દારૂ ઝડપાયો

  • November 11, 2023 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોટડાસાંગાણી તાલુકાના હડમતાળા ગામની સીમમાં આવેલી વાડીએ રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી અહીંથી ૬૩૬ બોટલ દારૂ ઝડપી લીધો હતો.પોલીસ પહોંચે તે પૂર્વે અહીં માલ ઉતારનાર વાડી માલિક ફરાર થઇ ગયો હોય પોલીસે રૂ.૨.૭૩ લખાનો દારૂ કબજે કરી નાસી ગયેલા વાડી માલિકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
​​​​​​​
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચનાથી રાજકોટ ગ્રામ્ય એલસીબી પી.આઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળપીએસઆઇ એચી.સી.ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા,પ્રદીપસિંહ રાઠોડ,અનિલભાઇ ગુજરાતી,રૂપકભાઇ બોહરાને મળેલી બાતમીના આધારે કોટડાસાંગાણી તાલુકાના હડમતાળા ગામે બેરાવાળી નામની જીતેન્દ્રસિંહ જાડેજાની વાડીમાં પોલીસ દરોડો પાડી અહીંથી રૂ.૨.૭૩ લાખની કિંમતનો ૬૩૬ બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.જોકે પોલીસ પહોંચે તે પુર્વે વાડી માલિક જીતેન્દ્રસિંહ નિરૂભા જાડેજા નાસી જતા આ અંગે કોટડાસાંગાણી પોલીસ મથકમાં વાડી માલિક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application