ઓફીસની બહાર ફીટ કરેલા કેમેરા તોડી નાખ્યા : અજાણ્યા શખ્સોનું કારસ્તાન
જામનગરના પવનચકકી પાસે ઇલેકટ્રીકની ઓફીસ બહાર રાખેલ 30 મીટર કોપર વાયર ચોરી કરી ગયાની અને બહાર ફીટ કરેલા કેમેરા તોડી નાખ્યાની અજાણ્યા શખ્સો સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના પટેલપાર્ક પાસે વૃંદાવન પાર્ક શેરી નં. 2માં રહેતા ઇલેકટ્રીકના કોન્ટ્રાકટર સુભાષ હીરાલાલ શાહ (ઉ.વ.44)એ અજાણ્યા ઇસમો વિરુઘ્ધ કોપર વાયર ચોરી કરી ગયાની અને સીસી કેમેરાને નુકશાન કયર્નિી ફરીયાદ નોંધાવી છે.
જામનગરના પવનચકકી વેજુમાની વાડી સામે ન્યુ ગાયત્રી ઇલેકટ્રીક નામની ઓફીસ બહાર ફરીયાદીએ રાખેલ ઇલેકટ્રીક મોટર વાયર વિંટેલ હતી જે મોટરમાં વિંટેલો કોપરનો વાયર આશરે 30 મી. કિ. 45 હજાર જે તા. 25ના રાત્રીના કોઇપણ સુમારે કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ ગયા હતા.
ઉપરાંત ઓફીસની બહાર ફીટ કરેલ સીસી ટીવી કેમેરા તોડી નાખી નુકશાન પહોચાડયુ હતું. ફરીયાદ અનુસંધાને સીટી-એ પોલીસ દ્વારા અજાણ્યા શખ્સોની શોધખોળ આદરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅલીયા ગામનો શખ્સ જામનગર જીલ્લામાંથી હદપાર
June 07, 2025 01:09 PMજામનગરમાં અપહરણનો લિસ્ટેડ આરોપી ઝડપાયો
June 07, 2025 01:05 PMમુખ્યમંત્રીના આગમન પહેલા બે નગરસેવિકાઓ નજરકેદ
June 07, 2025 12:59 PM230 કિલોના અદનાનને તબીબોએ કહી દીધું હતું કે 6 મહિના પછી તું નહી હોય, જાણો શું કામ?
June 07, 2025 12:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech