લાખોનું પેકેજ છોડી સૌરાષ્ટ્રના એન્જિનિયરે પ્રાકૃતિક ખેતી શરૂ કરી

  • June 29, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એન્જિનિયરિંગની ડિગ્રી લઈ લાખો રૂપિયાનો પગાર આપતી કંપ્નીને અલવિદા કહી સૌરાષ્ટ્રના યુવાને પ્રાકૃતિક ખેતી શરૂ કરતાં આ યુવાનનો જુસ્સો જોઈ યુવા વર્ગ માટે પ્રેરણાદાયી બન્યો છે. 40 વર્ષની અતુલ ચાંગાણીએ રાજકોટના બિલિયાળામાં 240 વીઘા અને મેટોડા ના બાલસર પાસે 23 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતીના મંડાણ કયર્િ છે.મૂળ જામનગર જિલ્લાના બેરાજા (ભલસાણ) ગામના વતની અતુલ ચાંગાણીએ રાજકોટ જિલ્લાના ગોંડલ પાસે બિલિયાળામાં 240 વિઘા તથા મેટોડા પાસે બાલસરમાં 23 વિઘા જમીન ભાગીદારીમાં રાખી છે અને આ જમીનમાં મોટે ભાગે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે છે.
40 વર્ષીય યુવાન અતુલ ચાંગાણીએ વર્ષ 2005માં સુરતથી ઓટો મોબાઈલ એન્જિનીયરિંગનો અભ્યાસ કર્યા બાદ અગ્રગણ્ય ઓટો મોબાઇલ કંપ્નીના સર્વિસ સેન્ટરમાં ઉચ્ચ હોદા પર નોકરી કરી. મોભાદાર નોકરી હોવા છતાં એનું મન ખેતી તરફ ખેંચાતું હતું. અતુલે મહારાષ્ટ્રના પૂનાના તલેગાવમાં તેમજ ગામડે ગ્રીન હાઉસ જોયા હતા. એ પછી તેમણે ખેતી કરવાનો મક્કમ નિધર્રિ કર્યો અને ગામડે ગ્રીન હાઉસ બનાવીને ખેતી શરૂ કરી હતી. અતુલભાઈ ધીમેધીમે ખેતી શીખતા ગયા, પછી રાજકોટ પાસે ગોંડલના બિલિયાળામાં 240 વિઘા તથા મેટોડા પાસે બાલસરમાં 23 વિઘા જમીન ભાગીદારીમાં રાખી ગ્રીનહાઉસ પદ્ધતિથી પ્રાકૃતિક કૃષિ શરૂ કરી છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શરૂ કરેલા પ્રાકૃતિક કૃષિના યજ્ઞમાં રાજ્યના અનેક ખેડૂતો જોડાઈ રહ્યા છે. આ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપ્નાવીને ધરતીનું સ્વાસ્થ્ય (ફળદ્રૂપતા) સુધારીને નંદનવન બનાવી રહ્યા છે. આ સાથે ઝેરમુક્ત અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદનો થકી સારી આવક પણ રળી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિને સતત પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે અહીં પ્રસ્તુત છે એવા યુવા ખેડૂતની વાત, જે એન્જિનીયરિંગ ક્ષેત્રની સારા પગારવાળી જોબ છોડીને ભાગીદારીમાં કૃષિકાર્ય કરી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે, પોતે ફાર્મિંગ તો આઠ વર્ષથી કરે છે પણ ઝેરયુક્ત ખેતીના દુષ્પરિણામો જોઈને છેલ્લા દોઢ વર્ષથી કેમિકલોનો ઉપયોગ ટાળ્યો છે અને ઝેરમુક્ત ખેતી તરફ વળ્યા છીએ. અમે આશરે 75 ટકા જેટલી ખેતી પ્રાકૃતિક ખેતીથી કરીએ છીએ.
યુવા ખેડૂત અતુલ કહે છે કે, આ ઉત્પાદનોનું મોટાભાગનું રિટેલ વેચાણ અમે રાજકોટ હાઈરાઈઝ બિલ્ડિંગોમાં જાતે જ કરીએ છીએ. ગુણવત્તાયુક્ત ઉત્પાદન હોવાથી માર્કેટમાં ખૂબ ડિમાન્ડ હોય છે અને સારા ભાવ પણ મળે છે. લોકો અમારા ઉત્પાદનોની રાહ જોતા હોય છે અને ઘણીવાર ફોન પણ આવે છે કે, ટેટી વગેરે વેચવા ક્યારે આવો છો? આમ ભાગીદારીમાં ખેતી કરતાં અતુલ ચાંગાણી પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપ્નાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.


દૂધ, ગોળ, છાશ અને ગૌ મૂત્રનો સ્પ્રે કરી સજીવ ખેતીનું ચક્ર જાળવે છે
કેવી રીતે કરે છે ખેતી? એ અંગે અતુલભાઈએ કહ્યું હતું કે, અમે સૌ પહેલા બેડ બનાવીએ. તેમાં છાણીયું ખાતર અને ઘન જીવામૃત વાપરીએ છીએ. પછી મલ્ચિંગ પદ્ધતિ કરીએ છીએ. ટેટીમાં દૂધ, ગોળના સ્પ્રે ઉપરાંત, છાશ, હીંગ, હળદર, ગો મૂત્રનો સ્પ્રે લઈએ છીએ. ટેટી સાથે સૂરજમુખી, મકાઈ, બાજરો, જુવારનું વાવેતર કરીએ છીએ. જેથી મધમાખી, વાણીયા, ભમરાં, ચકલાં સહિતની ઈકો સિસ્ટમ જળવાઈ રહે. ચકલા અનાજ ખાય પછી જ હાર્વેસ્ટ કરીએ છીએ. આમ પ્રાકૃતિક ખેતીથી આખું સજીવ ચક્ર જળવાઈ રહે તેની પણ પૂરતી કાળજી રાખીએ છીએ. પ્રાકૃતિક ખેતી સાથે દિવેલ, માટીના સ્પ્રે પણ લઈએ છીએ.


નેટહાઉસમાં શાકભાજી સાથે ડ્રેગન ફ્રુટ, તરબૂચ અને કેરી પણ ઉગાડે છે
અતુલ ચાંગાણી કહે છે કે, રાજ્યમાં અનેક ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી કોઠાસૂઝથી ખેતી કરે છે. આવા ખેડૂતો પાસેથી શીખીને, તેમનામાંથી પ્રેરણા લઈને પોતે પણ તે પદ્ધતિ અપ્નાવે છે. ખેતરમાં નેટહાઉસમાં ખીરા કાકડી, કારેલા, મરચાં, દેશી કાકડી, ઘીસોડા, ટમેટા વેજીટેબલ અને ફ્રૂટનું વાવેતર કરેલું છે. ઉપરાંત ડ્રેગન ફ્રૂટ, આંબા, જામફળ પર વાવેલા છે. શિયાળામાં તેઓ ટેટી, તરબૂચ પણ ઉગાડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News