જાણો સુનિતા વિલિયમ્સ માટે કેવી રીતે કરવામાં આવે છે સ્પેસ સ્ટેશનમાં પાણી અને ખોરાકની વ્યવસ્થા

  • August 21, 2024 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ લગભગ બે મહિનાથી તેના પાર્ટનર બૂચ વિલ્મોર સાથે અવકાશમાં અટવાયેલી છે. તેમનું પૃથ્વી પર પાછા ફરવું હવે મુશ્કેલ લાગે છે. ભૂતપૂર્વ યુએસ મિલિટરી સ્પેસ સિસ્ટમ કમાન્ડર રુડી રિડોલ્ફીએ પણ આવી જ આશંકા વ્યક્ત કરી છે.


તેમનું માનવું છે કે આવનારો સમય સુનીતા વિલિયમ્સ અને તેના પાર્ટનર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જો થોડા દિવસોમાં તેમની પરત ફરવાનો રસ્તો સુનિશ્ચિત કરવામાં નહીં આવે તો તેમનું મૃત્યુ પણ થઈ શકે છે. સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર કેવી રીતે સ્પેસ સ્ટેશનમાં તેમનો દિવસ પસાર કરી રહ્યાં છે અને તેમના ખાવા-પીવાની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવી રહી છે.


સ્પેસ સ્ટેશનમાં ખાવા-પીવાની વ્યવસ્થા


જ્યારે અવકાશયાત્રીને સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવે છે ત્યારે તેની સાથે તેની ખાદ્ય સામગ્રી પણ મોકલવામાં આવે છે. અવકાશયાત્રી કેટલા દિવસ અવકાશ મથક પર જઈ રહ્યો છે તેના પર ખાણી-પીણીની માત્રા નિર્ભર છે. અવકાશયાત્રી માટે એક દિવસના ખોરાકનું વજન 1.7 કિલો છે.


એટલે કે જો કોઈ અવકાશયાત્રીને સ્પેસ સ્ટેશનમાં 30 દિવસ પસાર કરવા પડશે તો તેના માટે 51 કિલો ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. પીવાના પાણીની વાત કરીએ તો સ્પેસ સ્ટેશનમાં એક એવું મશીન લગાવવામાં આવ્યું છે જે અવકાશયાત્રીના બાથરૂમ અને પરસેવાને ફિલ્ટર કરીને પીવાના પાણીમાં ફેરવી શકે છે.


સુનિતા વિલિયમ્સ કેવી રીતે જીવે છે?


સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર 8 દિવસ માટે સ્પેસ સ્ટેશન ગયા હતા. ત્યારે તેમના માટે લગભગ 27 કિલો ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ હવે બે મહિના થઈ ગયા છે, તેથી ત્યાં તેમના ભોજનની વ્યવસ્થા કરવી ખૂબ જ મુશ્કેલ છે. જો કે કોઈપણ સ્પેસ શટલ અને સ્પેસ સ્ટેશનમાં, કટોકટીની સ્થિતિમાં ખાવા-પીવાની વસ્તુઓનો સ્ટોક હોય છે. મતલબ કે સુનીતા વિલિયમ્સ અને તેના સાથીઓ હજુ થોડા મહિનાઓ સુધી અવકાશમાં અટવાયેલા રહેશે તો પણ તેમના માટે ખાવા-પીવાની કોઈ કમી નહીં થાય.


પરંતુ આવી સ્થિતિ ઉભી નહી થાય કારણકે નાસા અને બોઇંગ બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા લાવવા માટે સ્ટારલાઇનરને મંજૂરી આપવાનું નક્કી કરી શકે છે પરંતુ જો નાસા અને બોઈંગના અધિકારીઓ સ્ટારલાઈનરની પરત ફરવાની વિરુદ્ધ નિર્ણય લે છે  તો સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર ઓછામાં ઓછા 6 મહિના સુધી અવકાશમાં સમય પસાર કરવો પડશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application