પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર એટલે કે પીઓકેમાં પાક સૈન્યની કાર્યવાહીથી ભયંકર આક્રોશ ભભૂકી ઉઠો છે. જેની સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં હજારો લોકોએ ભાગ લીધો હતો અને પાકિસ્તાન વિદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ગોળીબાર કર્યેા, જેમાં એકનું મોત થયું અને અનેક લોકો ઘાયલ થયા. દરમિયાન, વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી જમ્મુ અને કાશ્મીર જોઈન્ટ આવામી એકશન કમિટીએ પાકિસ્તાન સરકારને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. વિરોધ પ્રદર્શનના નેતાઓએ ભારતને મદદ માટે અપીલ કરી છે.
સમિતિએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય, તો ૯ જુલાઈએ મજબૂત અને નિર્ણાયક પગલાં લેવામાં આવશે. એક નિવેદનમાં, સમિતિએ જણાવ્યું હતું કે યાં સુધી બધી માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. સમિતિએ પીઓકેના લોકો તેમજ વિદેશમાં રહેતા કાશ્મીરીઓને ૯ જુલાઈના રોજ પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી છે.નોંધનીય છે કે સમિતિએ અગાઉ પાકિસ્તાન સરકાર પર લોકશાહી અધિકારોને દબાવવાનો આરોપ લગાવ્યો છે. તેમના નેતાઓના જણાવ્યા અનુસાર, તેનું આંદોલન શાંતિપૂર્ણ છે. તે નાગરિકોના મૂળભૂત અધિકારોને પુન:સ્થાપિત કરવા માટે જમીન પર લડી રહ્યું છે.
અતં સુધી લડાઈની તૈયારી
સમિતિએ પીઓકેના લોકોને અતં સુધી લડાઈ માટે તૈયાર રહેવા હાકલ કરી, તેને સમગ્ર પ્રદેશમાં એક આંદોલન ગણાવ્યું. તેણે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન , સંયુકત રાષ્ટ્ર્ર, આંતરરાષ્ટ્ર્રીય મીડિયા અને વિશ્વભરના માનવાધિકાર સંગઠનોને ૯ જુલાઈએ પીઓકેની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું જેથી તેઓ પીઓકેમાં પાકિસ્તાનના દમનને જોઈ શકે.વિરોધ પ્રદર્શનના નેતાઓએ પાકિસ્તાન પર પીઓકેના લોકો પર દમન કરવાનો અને નાગરિકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો. માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતા, સમિતિએ કહ્યું કે તેઓએ મૃત્યુ પસદં કયુ પરંતુ કયારેય ક્રૂર અને દમનકારી શાસકો સમક્ષ શરણાગતિ સ્વીકારી નહીં. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્ર્રીય સમુદાયે આ પરિસ્થિતિનો ઉકેલ લાવવો જોઈએ.નિયંત્રણ રેખા ખોલવાની પણ માગ
વિરોધ પક્ષના નેતાએ નિયંત્રણ રેખા ખોલવાની પણ માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે જો પરિસ્થિતિ વધુ વણસે છે, તો નાગરિકોને ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવી જોઈએ. અમાને કહ્યું હતું કે, જો પાકિસ્તાન ગોળીબાર કરે છે, તો અમારી પાસે સરહદ પાર કરવાનો વિકલ્પ છે. પાકિસ્તાનને ચેતવણી આપતા તેમણે કહ્યું હતું કે, જો કોઈને લાગે છે કે અમે અહીં ફસાયેલા છીએ, કે અમારી પાસે કોઈ રસ્તો નથી, તો અમે તેમને રસ્તો બતાવીશું.