BREAKING NEWS

લક્ષ્મીનગરનો શખ્સ વાહનમાં 1. 51લાખના દારૂ સાથે પકડાયો

  • October 11, 2025 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરમાં દારૂ અને જુગારની બદી ડામી દેવા પોલીસ કમિશનરે કરેલા આદેશના પગલે ડીસીપી જોન ટુ એલસીબી ટીમે લક્ષ્મીનગર નાનામવા રોડ ઉપર કાર માંથી 24 બોટલ દારૂ સાથે શખ્સને રંગે હાથ ઝડપી કુલ 1. 51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર ડીસીપી ઝોન ટુ રાકેશ દેસાઈની સૂચનાથી એલસીબી ઝોન ટુ પીએસઆઇ આર એચ ઝાલા, અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન હેમેન્દ્રભાઈ વાઘિયા જેન્તીભાઈ ગોહિલ સહિતની ટીમે નાનામવા લક્ષ્મીનગર રોડ પર કાર જી જે 1 કે ડી 5014ને અટકાવી તલાસી લેતા કારમાંથી 24 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 26,400 નો મળી આવતા આરોપી મહેશ ભનુભાઈ મુછડીયા ઉંમર 25 રહે લક્ષ્મીનગર શેરી નંબર 5 નાના મવા રોડ વાળાની ધરપકડ કરી કાર દારૂ સહિત કુલ ૧.૫૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


બીજા દરોડામાં બી ડિવિઝન પોલીસ મથકના ડી સ્ટાફના રાજદીપભાઈ પટગીર અને જગમાલભાઇ જાદવ સહિતની ટીમે મોરબી રોડ ધોળકિયા સ્કૂલ નજીક મુકેશ ઉર્ફે ટોગો વશરામભાઈ સોલંકી ઉમર 40 રહે મોરબી રોડ ધોળકિયા સ્કૂલ સામે વાળાને બે બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી ધોરણ સાત ની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application