જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ૭૨ ગામોના લોકોને સારવાર માટે એકમાત્ર સરકારી હોસ્પિટલ હોય. જે હાલ માંદગીના બિચ્છાને છે.! રાજ્ય સરકાર દ્વારા લોકોના સ્વાસ્થ્ય માટે હર હંમેશ તત્પર હોય છે. અને તે દિશામાં આગળ વધતા હોય છે. ત્યારે લાલપુરની સરકારી રેફરલ હોસ્પિટલ અત્યંત આધુનિક બનાવવામાં આવી છે. પરંતુ તેમાં કાયમી ડોક્ટર અને અપૂરતા સ્ટાફ તેમજ દવાના સ્ટોકના અભાવે હાલ આ હોસ્પિટલ માંદગીના બિચ્છાને પડી છે...!
આ હોસ્પિટલમાં ૫૦૦ થી ૬૦૦ જેટલી રોજની ઓપીડી આવે છે. અને આ હોસ્પિટલમાં બોન્ડેડ ડોક્ટરો આવતા હોય છે. પરંતુ ડોક્ટરો અપડાઉન કરતા હોવાથી લોકોને લાંબી લાઈનમાં ઊભા રહેવું પડતું હોય છે. આ હોસ્પિટલ માત્ર બે ડોક્ટર થી જ કામ ચલાવવામાં આવે છે. હાલમાં આ હોસ્પિટલમાં સામાન્ય રોગની દવાઓની પુરતાં પ્રમાણમાં ન હોવાના કારણે દર્દીને બહારથી દવા લેવી પડતી હોય છે. પરંતુ બહારથી લખી આપવામાં આવતી દવા ચોક્કસ મેડિકલ માંથી જ મળતી હોવાથી ડોક્ટર અને મેડિકલ ની સાઠ ગાંઠ હોવાની લોકમુખે ચર્ચા રહ્યુ છે.
આ હોસ્પિટલને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા માટે એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. જામનગર જિલ્લાની સૌથી વધારે ઓપીડી આ હોસ્પિટલમાં આવતી હોય છે. તેમજ સૌરાષ્ટ્ર ભરમાં આ હોસ્પિટલનો નંબર વન આવે છે. અને રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્યની સેવાઓ પહોંચાડવાના દાવા થાય છે.
ગરીબો દર્દી માટે આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ કરાવવાના દાવા થાય છે. પણ આ દિશામાં અસરકારક કામગીરી થતી હોય તેવું લાગતું નથી. આ હોસ્પિટલમાં મહત્વના ડોક્ટરો જેવા કે ફિઝિશીયન, ઓર્થોપેડિક, બાળરોગ નિષ્ણાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત જેવા ડોક્ટરોની જગ્યા ખાલી હોવાથી ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલોની મોંઘીદાટ સારવાર લેવા માટે મજબૂર થવું પડે છે. આ અંગે ધારાસભ્યએ અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી કેમ ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી નથી.?
સૌરાષ્ટ્રની નંબર વન હોસ્પિટલ હાલમાં માંદગીના બિછાને છે.! તો તેને યોગ્ય સારવાર ક્યારે મળશે.?કે પછી આ હોસ્પિટલ દર્દીઓ માટે શોભાના ગાંઠીયા જેવી બિન ઉપયોગી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગરીબ દર્દીઓને હોસ્પિટલમાં સારી સુવિધા ક્યારે મળશે તે તો આવનાર સમય જ બતાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના એક આદેશથી હજારો શરણાર્થીઓ બેઘર થશે, જાણો ભારતીયો પર કેટલું સંકટ
January 24, 2025 04:59 PMજામનગર જિલ્લામાં પશુઓની ૫૫ ટકા વસ્તી ગણતરી સંપન્ન
January 24, 2025 04:56 PMઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech