પૂર્વમંત્રી બાબુભાઈ લાલની જન્મતિથિએ માનવ સેવાનો યજ્ઞ, શિક્ષ્ાણ તથા ધાર્મિક ક્ષ્ોત્રે સન્માન કાર્યક્રમના સમન્વય સાથે ત્રિવેણી સંગમપ ભવ્ય સમારોહ યોજાયો: તન-મન-ધનથી લોકોની સેવા કરવાની ઈશ્ર્વર લાલ પરિવારને શક્તિ આપે છે તેઓ ભગવાનનું જ કાર્ય કરી સહયોગ આપી રહ્યા છે-સ્વામી ચર્તુભુજદાસજી મહારાજ : જામનગરવાસીઓની લાગણી અમારા માટે પ્રેરણાબળ છે : જીતુભાઈ લાલ
જામનગરમાં તમામ ક્ષ્ોત્રે સેવાક્યિ પ્રવૃત્તિઓમાં સતત કાર્યરત શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે બાબુભાઈ લાલની જન્મતિથિ નિમીતે ઓશવાળ સેન્ટરના બેન્ક્વેટ હોલમાં માનવસેવાનો યજ્ઞ, શિક્ષ્ાણ તથા ધાર્મિક ક્ષ્ોત્રે સન્માન કાર્યક્રમના સમન્વય સાથે ત્રિવેણી સંગમપ ભવ્ય સમારોહ યોજાયો હતો.
આ સમારોહમાં બાબુભાઈ લાલની જન્મતિથિ નિમિત્તે માનવસેવાના યજ્ઞ સમાન રક્તદાન કેમ્પ તેમજ જામનગર શહેરના ધો.10 અને ધો.1ર (સામાન્ય - વિજ્ઞાન પ્રવાહ) ના તેજસ્વી વિધાર્થીઓ અને ગણેશ મહોત્સવનું આયોજન કરતાં શહેરના ગણેશ પંડાલોના આયોજકોનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમારોહના આરંભે આર્શિવચન પાઠવવા પધારેલા પ-નવતનપુરી ધામ (ખીજડા મંદિર) ના આચાર્ય પૂ.કૃષ્ણમણીજી મહારાજ, સ્વામી નારાયણ મંદિરના પૂ.ચર્તુભુજદાસજી સ્વામી તથા ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ, ટ્રસ્ટીઓ જીતુભાઈ લાલ, મિતેષ્ાભાઈ લાલ, વિરાજભાઈ લાલ અને ઉપસ્થિત મહેમાનોની ઉપસ્થિતિમાં આરતી કરવામાં આવી હતી અને સમગ્ર હોલનું વાતાવરણ ધર્મમય બની ગયું હતું.
આ સમારોહમાં હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલે સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત સૌ વિધાર્થીઓ, વાલીઓ, સંતો, આમંત્રીત મહેમાનો તથા ગણેશ પંડાલોના આયોજકોને આવકાર આપી જણાવ્યુું હતું કે આજે આપ સૌ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા છો તે લાલ પરિવાર પ્રત્યેની આપ સૌની લાગણી અને પ્રેમ દશર્વિે છે જે અમારા માટે મહત્વનું પ્રેરણાબળ બને છે. લાલ પરિવારના આમંત્રણને માન આપીને આજે અમારા પિતા બાબુભાઈ લાલને ભાવાંજલી આપવા આપ સૌ પધાયર્િ છો તે માટે આભારની લાગણી વ્યક્ત કરુ છું.
પ-નવતનપુરી ધામના આચાર્ય પૂ.કૃષ્ણમણીજી મહારાજે તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે ધાર્મિક, શિક્ષ્ાણ અને સામાજીક સેવાનો આજે સમન્વય થયો છે. જામનગરના તેજસ્વી તારલાઓનું સન્માન કરી જુદા-જુદા ક્ષ્ોત્રોમાં તેઓ આગળ વધીને જામનગરનું નામ રોશન કરે તેવું પ્રોત્સાહક કામ લાલ પરિવારે ર્ક્યું છે, જે બિરદાવવા લાયક છે જેના માટે કોઈ શબ્દ નથી. લાલ પરિવારને તન-મન-ધનથી સેવા અને લોકોપયોગી કાર્યો કરવાની શક્તિ આપી છે તેથી તેઓ ભગવાનને સહયોગ આપી રહ્યા છે, કારણ કે તેઓ ભગવાનનું જ કામ કરી રહ્યા છે. તેમણે લાલ પરિવારના સેવાકાર્યોને બિરદાવી અભિનંદન અને આર્શિવાદ પાઠવ્યા હતાં.
આ ત્રિવેણી સંગમ સમાન સમારોહમાં ઉપસ્થિત સ્વામી નારાયણ મંદિરના પૂ.ચર્તુભજસ્વામીએ આર્શિવચન પાઠવતાં જણાવ્યું હતું કે જામનગરના વિધાર્થીઓને પ્રતિતિ થઈ છે કે લાલ પરિવારનું અમને પીઠબળ છે જે છાત્રોના મનોબળને મજબુત કરે છે, તેમણે શિક્ષ્ાણ સાથે સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું. સંસ્કાર સાથેનું શિક્ષ્ાણ માત્ર પરિવારને જ નહીં પણ સમાજનમાં પોતાનું ગૌરવવંતુ સ્થાન પ્રસ્થાપિત કરશે. જામનગરના તેજસ્વી વિધાર્થીઓ ખુબ આગળ વધે અને તેમના સંકલ્પ/લક્ષ્યાંકો પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે આર્શિવાદ પાઠવ્યાં હતાં.
જામનગરમાં ગણેશ મહોત્સવના આયોજકો છોટી કાશીના બિદને સાર્થક કરી ધાર્મિક પરંપરાને જાળવવાનું કાર્ય કરી રહ્યા છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, જીતુભાઈ લાલ તો હવે સમગ્ર ગુજરાતમાં લોહાણા સમાજમાં ઉચ્ચતમ સ્થાન પામ્યા છે માટે તેમના સેવા કાર્યો અન્ય સમાજ માટે પણ પ્રેરણાદાયી બની રહેશે. બાબુભાઈ લાલની સેવાક્યિ પ્રવૃતિઓની પરંપરા લાલ પરિવારે માત્ર જાળવી નથી રાખી પણ એક વટવૃક્ષ્ા બનાવી છે. લાલ પરિવાર સ્વસ્થ, સુખી, સમૃધ્ધ બની રહે તેવી પ્રાર્થના કરૂં છું.
એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી તથા લાલ પરિવારના મોભી અશોકભાઈ લાલે ખુબ જ ભાવપૂર્વક જણાવ્યું હતું કે સારા કાર્યોમાં અમો સહભાગી થઈ શકીએ તેવી શક્તિ ઈશ્ર્વર આપે તેવી પ્રાર્થના કરુ છું અને દરેક સત્કાર્યોમાં સફળતા મળવા પાછળ આપ સૌનો સાથ સહકાર કારણભૂત છે.
છોટી કાશી ગણાતા આપણા જામનગરના તમામ લોકો ખુશીથી જીવન જીવે તેવી મારી હંમેશા પ્રાર્થના હોય છે. આ વખતના ગણેશ મહોત્સવના આયોજનમાં ઈકો-ફ્રેન્ડલી (પોલ્યુશન ફ્રી) ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવાના અભિગમને તેમણે બિરદાવી સૌને અભિનંદન પાઠવ્યા હતાં.
વધુમાં અશોકભાઈએ ધો.10 અને ધો.1ર ના તેજસ્વી વિધાર્થી ભાઈઓ-બહેનોને ખાસ સંબોધી જણાવ્યું હતું કે મારી અપેક્ષ્ાા છે તમે આઈ.પી.એસ./આઈ.એ.એસ. જેવા સનદી અધિકારી બનો. જામનગર જીલ્લામાંથી શા માટે કોઈ આઈ.એ.એસ.કે આઈ.પી.એસ.જેવી કેડરના અધિકારી બનતા નથી...?
તેમણે આઈ.એ.એસ./આઈ.પી.એસ. માટેની તાલીમ માટે લાલ પરિવાર તમામ સહયોગ આપશે તેવી ખાત્રી આપી હતી. તેમણે વેપારી-ધંધાર્થીઓને જણાવ્યું કે તમારા સંતાનોનું ભણતર ના બગાડો, તેમને ધંધે ના વળગાડો, અત્યારે તો મહિલાઓ પણ પાયલોટ બને છે, જો કોઈને પાયલોટ બનવાની ઈચ્છા હોય તો લાલ પરિવારની મહેસાણામાં ફલાઈંગ કલબમાં સુવિધા મળી શકે છે.
તેમણે છાત્રોને ખુલ્લી ઓફર કરી હતી કે તમે ર0 માંથી 18 નો માર્ક પસાર કરો, વીસ સુધી હું પહોંચાડી દઈશ. અમે વાતો કરવામાં નહીં, કરી બતાવવામાં માનીએ છીએ. કોઈપણ સંતાનને ક્યારેય કોઈપણ જર પડે તો અમે અમારી ફરજ સમજીને પડખે રહીશું. તેમણે ઉપસ્થિત તેજસ્વી વિદ્યાર્થી દિકરા-દિકરીઓ સાથે વાતર્લિાપ કરી શુભેચ્છા અને અભિનંદન પાઠવી કોઈપણ જર હોય તો સંપર્ક કરવા અનુરોધ ર્ક્યો હતો.
આ સમારોહમાં ઉપસ્થિત રહેલા જી.ટી.પી.એલ. ન્યુઝના એડીટર જયેશભાઈ પારેલીયાએ તેમના પ્રાસંગીક ઉબોધનમાં જણાવ્યું હતું કે, ગણેશ પંડાલોના આયોજકોનું બહુમાન, સનાતન ધર્મ અને હિન્દુ ધર્મના સંસ્કારો માટે મહત્વપૂર્ણ છે. લાલ પરિવાર નાનામાં નાના વ્યક્તિને પ્રોત્સાહીત કરવાનું કાર્ય કરે છે. લાલ પરિવારે જામનગર જીલ્લો અને હાલારને કંઈકને કંઇક આપ્યું જ છે, તેઓ લોહાણા સમાજ માટે પણ ગૌરવ છે.
માય સમાચારના માલીક-એડીટર રવિ બુધ્ધદેવે જણાવ્યું હતું કે, લાલ પરિવાર હંમેશા કોઈપણ આપત્તિ સમયે હાલારની જનતાની પડખે રહ્યા છે અને વર્ષ્ાોથી સેવાની સુવાસ ફેલાવી રહ્યો છે.
દૂરદર્શનના પ્રતિનિધી જગતભાઈ રાવલે જણાવ્યું હતું કે, લાલ પરિવાર શું ના કરી શકે...? આજે તમામ પત્રકાર મિત્રોને સ્ટેજ ઉપર સ્થાન આપી યથોચિત માન આપ્યું છે તેઓમાં ક્યારેય જરા પણ અભિમાન જોવા મળ્યું નથી. જીતુભાઈ લાલ તો વર્ષ્ાોથી સેવક છે, તેઓ કાયમ ઉત્સાહમાં અને તેમની ટીમ સાથે કોઈપણ સેવા કાર્ય માટે તૈયાર જ હોય છે તેમણે કવિ મીન વ્યાસની કૃતિની પંકતિઓનો ઉલ્લેખ કરી જણાવ્યું કે પરમેશ્ર્વર પૂછશે કે તમે કોઈના આંસુ લૂછયા છે...? તો લાલ પરિવારને તો ઈશ્ર્વર આ પ્રશ્ર પણ નહીં કરી શકે.
ફૂલછાબના જામનગર સ્થિત પ્રતિનિધી મુકેશભાઈ જોઈશરે પૂ.બાબુભાઈ લાલના સંસ્મરણો તાજા ક્યર્િ હતાં. 3પ વષ્ર્થિી બાબુભાઈ લાલના સમયથી ચાલી આવતી સેવાક્યિ પરંપરાને લાલ પરિવારે આગળ ધપાવી છે. શિક્ષ્ાણ અને ધર્મ ક્ષ્ોત્રે તેમની પ્રોત્સાહન આપવાની સેવાને તેમણે બિરદાવી અભિનંદન આપ્યા હતાં.
ટી.વી.18 ન્યુઝ ચેનલના પ્રતિનિધી કિંજલ કારસરીયાએ પોતાની વ્યક્તિગત પ્રગતિની વાત કરી જણાવ્યું હતું કે, ભૂમિથી કારકિર્દી ચાલુ કરી, આજે લાલ પરિવારના આર્શિવાદથી પ્રગતિ થઈ છે. લાલ પરિવારના કોઈપણ આપત્તી સમયની સહાયને બિરદાવી અભિનંદન આપ્યા હતાં.
ઉપરોક્ત મહાનુભાવોના ઉદ્દબોધન પછી સૌપ્રથમ ધો.10 અને ધો.1ર ના સેંકડો તેજસ્વી વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારપછી જામનગરના ગણેશ મહોત્સવના ગણેશ પંડાલોના સેંકડો આયોજકો અને તેમની ટીમનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નોબત પરિવારના ચેતનભાઈ માધવાણી, જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ગિરીશભાઈ ગણાત્રા, જીટીપીએલના જયેશભાઈ પારેલીયા, માય સમાચારના રવિ બુધ્ધદેવ, ગુજરાત સમાચારના વિપુલભાઈ હિંડોચા, સંજયભાઈ આઈ. જાની, દુરદર્શનના પ્રતિનિધી જગતભાઈ રાવલ, ખબર ગુજરાતના પરેશભાઈ સારડા, સુચિતભાઈ બારડ, ફુલછાબના મુકેશભાઈ જોઈશર, જીએસટીવીના અર્જુનભાઈ પંડયા, સંદેશ ટીવીના ઉપેન્દ્ર ગોહિલ, ગુજરાત ફર્સ્ટના નથુભાઈ રામડા, ટી.વી. 9-ના દિવ્યેશભાઈ વાયડા, ટી.વી. 18 ના કિંજલભાઈ કારસરીયા, ઈન્ડિયા ટી.વી. ના હરદિપસિંહ ભોગલ, વી-ટી.વી. ના સંજયભાઈ વાધેલા, નોબતના પી.ડી. ત્રીવેદી, લોક્વાતના મહાવીરસિંહ ચૌહાણ, તેમજ સામાજીક-સ્વૈચ્છીક સંસ્થાઓના અગ્રણીઓ મંચસ્થ રહ્યા હતાં.
આ ત્રિવેણી સંગમપ સમારોહમાં તેજસ્વી વિધાર્થી ભાઈ-બહેનો તેમના વાલીગણ તેમજ ગણપતિ પંડાલના સંચાલકોની ટીમ વિગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેતાં સમારોહ સ્થળની જગ્યા ટુંકી પડી હતી, છતાં ઉપસ્થિત સૌએ ઉભા-ઉભા પણ સમારોહને સફળ બનાવવામાં સ્વયંશિસ્તના દર્શન કરાવ્યાં હતાં. આ કાર્યક્રમના અંતે આભારદર્શન ટ્રસ્ટી મિતેષ્ાભાઈ લાલે ર્ક્યુ હતું. આ કાર્યક્રમનું સંચાલન ગિરીશભાઈ ગણાત્રા, બિમલભાઈ ઓઝા, અજયભાઈ કોટેચાએ ર્ક્યું હતું. આયોજનને સફળ બનાવવા માટે એચ.જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.
સનદી અધિકારી બનવાનો સંકલ્પ કરો, હું તમામ મદદ કરવા તૈયાર છું: અશોક લાલ
આ સમારોહમાં લાલ પરિવારની બન્ને સંસ્થાઓના ટ્રસ્ટી અશોકભાઈ લાલે ઉપસ્થિત સૌ તેજસ્વી વિધાર્થી ભાઈઓ-બહેનોને આહવાન ર્ક્યું હતું કે, તમે આઈ.એ.એસ. કે આઈ.પી.એસ. જેવી સનદી પરીક્ષ્ાામાં આગળ વધવાનો સંકલ્પ કરો, હું તમામ મદદ કરવા તૈયાર છું. જામનગરમાં સનદી અધિકારીની ભરતી પરીક્ષ્ાાની તૈયારી માટે કોચીંગ કલાસ માટે પણ સંપૂર્ણ સહયોગ આપીશ. જામનગરમાંથી શા માટે કોઈ તેજસ્વી દિકરો-દિકરી સનદી અધિકારી ના બને...? તેમણે દરેક વિધાર્થીઓને ઉત્તમ કારકિર્દીનું નિમર્ણિ કરવા શુભેચ્છા પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech