રાજકોટ ડિવિઝનના લાખાબાવળ, પીપળી, કાનાલુસ સેક્શનમાં ચાલી રહેલી ડબલ ટ્રેકની કામગીરીના કારણે તાત્કાલિક અસરથી તા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી કેટલીક ટ્રેનોના લાખાબાવળ અને પીપળી સ્ટેશનો પરના નિર્ધારિત સ્ટોપેજ અસ્થાયીરૂપે રદ્દ કરવામાં આવ્યા છે.
જેમાં લાખાબાવળ સ્ટેશનમાં ટ્રેન સંખ્યા ૧૯૨૦૯/૧૯૨૧૦, ભાવનગર-ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન તાત્કાલિક અસરથી ૧૦.૦૨.૨૦૨૬ સુધી લાખાબાવળ સ્ટેશન પર સ્ટોપેજ અસ્થાયીરૂપે રદ્દ રહેશે.
ટ્રેન નંબર : ૫૯૫૫૨/૫૯૫૫૧ ઓખા-રાજકોટ-ઓખા લોકલ ટ્રેન તાત્કાલિક અસરથી તા. ૧૦.૦૨.૨૦૨૬ સુધી લાખાબાવળ સ્ટેશન પર સ્ટોપેજ અસ્થાયીરૂપે રદ્દ રહેશે.
પીપળી સ્ટેશન ખાતે ટ્રેન સંખ્યા ૧૯૨૧૦ : ઓખા-ભાવનગર-એક્સપ્રેસ: તાત્કાલિક અસરથી તા. ૧૦.૦૨.૨૦૨૬ સુધી પીપળી સ્ટેશન પર સ્ટોપેજ અસ્થાયી પે રદ્દ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રેન સંખ્યા ૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્સપ્રેસનું પીપળી સ્ટેશન પરનું સ્ટોપેજ તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૨૬ થી પુન: સ્થાપિત કરવામાં આવ્યું છે, આ સ્ટોપેજ રાબેતા મુજબ ચાલુ રહેશે, તેમ રેલ્વે તંત્રની એક અખબારી યાદીમાં જણાવાયું છે.