જુનાગઢમાં ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ આજે વહેલી સવારે અચાનક ગુમ થઈ જતા ખળભળાટ મચી ગયો છે. લઘુમહંતે ત્રણથી વધુ પાનાની સુસાઈડ નોટ લખી ગુમ થતા ચકચાર મચી ગઈ છે. આ અંગે ભવનાથ પોલીસ અને જુનાગઢ પોલીસની અલગ અલગ ટીમો બનાવી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહાદેવ ભારતી બાપુ વહેલી સવારે આશ્રમમાંથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા. સંચાલકોને શંકા જતાં તેમણે તપાસ કરી હતી, જ્યાંથી આ સુસાઈડ નોટ મળી આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ભવનાથ પોલીસ તેમજ જૂનાગઢ પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને મહાદેવ ભારતી બાપુની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ આશ્રમના સંચાલકો અને નજીકના લોકોની પૂછપરછ કરી રહી છે.
જુનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતીજી આજે વહેલી સવારે ત્રણથી વધુ પાનાની સુસાઇડ નોટ લખી આશ્રમમાંથી ગુમ થયા છે. આશ્રમ સંચાલકોએ મહાદેવ ભારતી ગુમ થયાની ભવનાથ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. આ સમગ્ર મામલાને લઈ ભવનાથ પોલીસ તેમજ જુનાગઢ પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા મહાદેવ ભારતી બાપુની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સુસાઇડ નોટમાં અંગત મનદુખનું કારણ ખુલ્યું
પોલીસના જણાવ્યા અનુસાર, આ સુસાઇડ નોટમાં કોના નામ લખવામાં આવ્યા છે તે અંગે હજુ સસ્પેન્સ છે આ સમગ્ર બાબત તપાસનો વિષય છે. હાલ મહાદેવ ભારતી બાપુની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. સુસાઈડ નોટમાં કોના નામ લખાયા તે હજી ખુલાસો થયો નથી, પરંતુ એકાએક મહાદેવભારતી બાપુ ગુમ થતા સેવકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સુસાઈડ નોટમાં મહાદેવ ભારતી બાપુએ કોઈ અંગત મનદુઃખ હોવાનું કારણ જણાવ્યું છે. જોકે, આ સુસાઈડ નોટમાં કોના નામનો ઉલ્લેખ છે અથવા ચોક્કસ કારણ શું છે, તે અંગે પોલીસે મૌન સેવ્યું છે.