BREAKING NEWS

જુનાગઢના ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતીને તમામ હોદ્દા પરથી હટાવ્યા, મહંત હરિહરાનંદે કરી કાર્યવાહી

  • November 06, 2025 06:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢના ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ સુસાઈડ નોટ લખી ગુમ થઈ ગયા હતા. જોકે 80 કલાક બાદ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. હાલ તેઓ જુનાગઢમાં હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ છે. ત્યારે ભારતી આશ્રમના મહંત હરિહરાનંદે તેમની સામે કાર્યવાહી કરી તેમને આશ્રમના તમામ હોદ્દા પરથઈ હટાવી દીધા છે. 


મળતી માહિતી મુજબ, મહાદેવ ભારતી બાપુને આશ્રમના તમામ પદ પરથી હટાવાયા છે. મહાદેવ ભારતીને હવે જૂનાગઢ ભારતી આશ્રમ સાથે કોઈ પ્રકારે લેવા દેવા ન હોવા મામલે આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદે જણાવ્યું હતું.  ​​​​​​​


આઈસીયુમાં તબીબો દ્રારા સતત દેખરેખ 

તબીબો દ્રારા તેનું મોનિટરિંગ થઈ રહ્યું છે. પોલીસ દ્રારા તબિયત સંપૂર્ણ સ્વસ્થ થાય ત્યારબાદ સુસાઇડ નોટ, ક્યાં ક્યાં સ્થળે ગયા હતા, ગુમ થવાનું મુખ્ય કારણ શું, માનસિક ત્રાસ આપનારા ઈસમો સહિતની  વિવિધ બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે. બાપુના નિવેદન બાદ જ સાચા કારણ અંગે ભેદ ઉકેલાશે. હાલ તો અતિશય નબળાઈના કારણે વાતચીત કરી શકતા નથી જેથી આઈસીયુમાં તબીબો દ્રારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.


આશ્રમમાંથી જતા રહેવાનું કારણ શું? તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન 

જૂનાગઢ ભારતી આશ્રમના લઘુ મહતં મહાદેવ ભારતી બાપુ બેભાન હાલતમાં મળી આવ્યા બાદ તેની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બાપુ આશ્રમેથી જતા રહ્યા બાદ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા. મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા બાદ સિવિલ હોસ્પિટલે ભારતી આશ્રમના મુખ્ય મહતં ૧૦૦૮ હરીહરાનદં બાપુ, ઇન્દ્રભારતી બાપુ, સહિતના સંતો મહંતો હોસ્પિટલે પહોંચ્યા હતા. જોકે હજુ પણ નબળાઈ હોવાથી તેઓ બોલવાનું ટાળી રહ્યા છે. તત્રં દ્રારા બાપુની તબિયત સંપૂર્ણ સ્વસ્થ થાય ત્યારબાદ નિવેદન લેવાની તજવીજ હાથ ધરાશે. જેથી તળેટીના મુખ્ય આશ્રમમાં રહેલા લઘુ મહતં આશ્રમમાંથી જતા રહેવાનું કારણ શું તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.


બેભાન હાલતમાં રહેલા બાપુની સ્થિતિ ખૂબ જ નાજુક હતી

ભારતી આશ્રમના લઘુ મહતં મહાદેવ ભારતી બાપુ ગઈકાલે સવારે પરિક્રમાના રૂટ પર ઈંટવા ઘોડીએ કાલભૈરવ મંદિર પાસેથી બેભાન હાલતમાં મળી ગયા હતા. વન વિભાગના મજુરને ધ્યાને આવ્યા બાદ વન કર્મચારી ઉપરાંત પોલીસ સ્ટાફની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. વન વિભાગની ગાડીમાં તેઓને તળેટી સુધી લઈ આવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. બેભાન હાલતમાં રહેલા બાપુની સ્થિતિ ખૂબ જ નાજુક હતી. સિવિલ હોસ્પિટલે આઈસીયુમાં તેઓને ખસેડાયા હતા અને ત્વરિત સારવાર આપવામાં આવી હતી.


સુસાઇડ નોટ ઉપરાંત ગુમ થવાનું મુખ્ય કારણ શું?

થોડી જ કલાકોમાં બાપુ ભાનમાં આવી ગયા હતા. પરંતુ નબળાઈના કારણે બોલવાનું ટાળ્યું હતું. પોલીસ તંત્રની ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી છે. ભવનાથ પી.આઈ. હુંબલના જણાવ્યા મુજબ પ્રાથમિક તબક્કે સ્વસ્થ થયે જ મહાદેવ ભારતી બાપુની વધુ પૂછપરછ કરાશે. સુસાઇડ નોટ ઉપરાંત  ગુમ થવાનું મુખ્ય કારણ શું? આશ્રમેથી નીકળ્યા બાદ ક્યાં ક્યાં સ્થળે ગયા હતા. સુસાઇડ નોટ તેના દ્રારા જ લખેલી છે કે કેમ? ઉપરાંત તેમાં રહેલા નામો સહિતની વિવિધ બાબતો અંગે પૂછપરછ કરાશે. પોલીસ તંત્રના જણાવ્યા મુજબ પ્રાથમિક તબક્કે તો બાપુની સ્વસ્થ તબિયત થઈ જાય ત્યારબાદ જ તમામ નિવેદન લેવામાં આવશે. 


આશ્રમેથી જતા રહ્યા બાદ અનેક વિવિધ પ્રશ્નો 

બાપુ મળી આવ્યા પરંતુ શા કારણે તે અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુના નિવેદન બાદ જ સમગ્ર બાબતો પરથી પડદો ઉચકાશે, આશ્રમેથી જતા રહ્યા બાદ અનેક વિવિધ પ્રશ્નો અને બાબતો પણ ફેલાઈ રહી છે. જેથી સમગ્ર બાબત અંગે બાપુ કોઈ ફોડ પાડશે તેમજ સુસાઇડ નોટમાં દર્શાવેલા ઈસમો સામે કોઈ કાર્યવાહીનું જણાવશે કે કેમ તે અંગે સવાલો ઊભા થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application