અશોકકુમાર યાદવ પોલીસ મહાનીરીક્ષક રાજકોટ રેન્જ તેમજ જયપાલસિંહ રાઠોડ નાયબ પોલીસ મહાનીરીક્ષક રાજકોટ ગ્રામ્યનાઓએ સરકારના સીસીટીવી પ્રોજેકટનો વધુમાં વધુ ઉપયોગ કરી નાગરીકોના ગુમ/ચુરાયેલ વસ્તુઓને રીકવર કરવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક આર.એ.ડોડીયા, જેતપુર વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.જે. ગોધમનાઓની રાહબરી હેઠળ ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના જુના ઉપલેટા રોડ પર ઢાંક ગામી પ્રસંગ પતાવીને ધોરાજી પરત ફરી રહેલા દંપતી બાઇકમાં રહેલ કિંમતી માલ-સામાન ભરેલ બેગ અજાણતા કયાંક પડી જતાં ધોરાજી સીટી પોલીસ સ્ટેશન જાણ કરતા તુરંત જ સર્વેલન્સ પો.સબ.ઇન્સ. પી.કે.ગોહિલ તા સર્વેલન્સ ટીમના માણસોએ ધોરાજી સીટી પો.સ્ટે.ના હોક આઇ સીસીટીવી પ્રોજેકટ તા જૂનાગઢના નેત્રમ પ્રોજેકટની મદદી જૂનાગઢમાંથી માલ-સામાન ભરેલ બેગ શોધી કાઢી જેમાં ૩ તોલાનું મંગલસુત્ર, ૨ તોલાનો સોનાનો ચેઇન, ૧-તોલાની બુટ્ટી અને ૫૦૦૦ રોકડા રૂપિયા મળી કુલ મુદ્દામાલ કિ.૭,૨૫,૦૦૦ ભરેલ બેગ શોધી રીકવર કરી મૂળ માલિકને સોંપીને ખુબજ સરાહનીય કામગીરી કરેલ છે.આ કામગીરીમાં ધોરાજી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. આર.જે.ગોધમ, પો.સબ.ઇન્સ. પી.કે.ગોહિલ, પો.હેડ.કોન્સ. અશોકભાઇ ગોહેલ, પો.કોન્સ. શક્તિસિંહ જાડેજા, પો.કોન્સ. લખુભા રાઠોડ, પો.કોન્સ. યોગશભાઇ બાલાસરા તા વુ.પો.હેડ.કોન્સ. મીરાબેન ડાંગર વિગેરે પોલીસ સ્ટાફ જોડાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech