પીજીવીસીએલ દ્રારા પાવર લોસ અને વિજ ફોલ્ટની સમસ્યા ન થાય તે માટે એલટી એરિયલ કેબલ લગાવવાની શઆત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્રારા મંજુર થયેલ યોજનાને સૌરાષ્ટ્ર્ર કચ્છમાં સૌપ્રથમ જૂનાગઢ થી પ્રારભં કરવામાં આવ્યો છે.આજે ઝાંઝરડા રોડ પર શહેરની ૯૨ કિલોમીટર વિસ્તારમાં એરિયલ બચં કેબલ નાખવાની કામગીરીનો પ્રારભં થયો છે. જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળ ૩૭૪ કિલોમીટર વિસ્તારમાં કામગીરી કરવામાં આવશે.ઋતુ પ્રમાણે વીજ માંગમાં વધઘટ થતી રહે છે. પાવરલોડમાં વધારો થતાં ટ્રાન્સફોર્મરને વારંવાર નુકસાન થાય છે.તો કેટલાક કિસ્સાઓમાં ડાયરેકટ વીજ સપ્લાય અને પાવર ચોરી થવાના પણ કેસ બને છે. ખુલ્લા વાયરના કારણે અકસ્માતની પણ શકયતા રહે છે.જેથી પીજીવીસીએલ દ્રારા પાવર લોસ, ઓવરલોડની સમસ્યા ન થાય તે માટે કેન્દ્ર સરકારની આરડીએસએસ સ્કીમ અંતર્ગત સમગ્ર સૌરાષ્ટ્ર્ર કચ્છમાં હળવા દબાણ (એલ.ટી.) વીજ લાઈનમાં વીજ વાયરની જગ્યાએ એલ.ટી. એરિયલ બચં કેબલ નાખવાના પ્રોજેકટનો આજે જૂનાગઢથી પ્રારભં કરવામાં આવ્યો છે.સૌરાષ્ટ્ર્ર કચ્છમાં સૌ પ્રથમ જૂનાગઢમાં સેટેલાઈટ ડિવિઝન હેઠળ આવેલા જનકપુરી વિસ્તારમાંથી ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાના હસ્તે કેબલ નાખવાની કામગીરીનો પ્રારભં થયો છે જેમાં શહેરમાં ૯૨ કિ.મીના વિસ્તારમાં એલ.ટી. વીજ લાઈનમાં ૫૦એમ એમટુ એરિયલ બચં કેબલ લગાવવામાં આવશે.પીજીવીસીએલના મુખ્ય ઈજનેર એ.એચ.વાઘેલા અને પીજીવીસીએલ અધિકારી સોલંકીના જણાવ્યા મુજબ આ યોજના હેઠળ જૂનાગઢ વર્તુળ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ જૂનાગઢ, ગીર સોમનાથ બંને જિલ્લ ાના .સમાવેશ થતાં ગામોને આવરી લેવામાં આવશે.જેમાં અંદાજિત ૮ કરોડના ખર્ચે કુલ ૩૭૪ કિ.મી વિસ્તારમાં કેબલ નાખવાની કામગીરી કરાશે.કાર્યક્રમમાં પીજીવીસીએલના મુખ્ય ઈજનેર એ. એચ. વાઘેલા, જૂનાગઢ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એસ.એચ.રાઠોડ તથા કાર્યપાલક ઈજનેર બી. બી. માણાવદરીયા નાયબ ઇજનેર ,જુનિયર ઈજનેર, ટેકનીકલ સ્ટાફના સભ્યો તથા કોન્ટ્રાકટર એજન્સીના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech