જામનગરના નાની-મોટી લાખાણીમાં બે રહેણાંક મકાનો પર એલસીબીના દારૂ અંગે દરોડા

  • July 25, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રૂપિયા ૩૩ હજારની કિંમતના દારૂ અને બિયરના જથ્થા સાથે બે આરોપીઓ પકડાયા: અન્ય એક સપ્લાયરનું નામ ખુલ્યું



જામનગર તાલુકાના નાની લાખાણી ગામ તેમજ મોટી લાખાણી ગામમાં પોલીસે દારૂ અંગે બે રહેણાંક મકાન ઉપર દરોડા પાડ્યા હતા, અને રૂપિયા ૩૩,૪૦૦ની કિંમત ના ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે, જયારે દારૂ ના સપ્લાયર અન્ય એક આરોપીને ફરારી જાહેર કરી તેની શોધ ખોળ હાથ ધરી છે.


એલસીબી ની ટુકડીએ ગઈ રાત્રે પૂર્વ બાતમીના આધારે સૌ પ્રથમ દરોડો મોટી લાખાણી ગામમાં રહેતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા નાનભા જાડેજા ના મકાન પર પાડ્યો હતો જ્યાંથી અલગ અલગ બ્રાન્ડ ની ૪૧ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી અને ૩૬ નંગ બિયરના ટીમ કબજે કરી લીધા હતા, અને આરોપી રાજભા નાનભા જાડેજા ની અટકાયત કરી લીધી હતી.


પોલીસ પુછપરછમા તેને ઉપરોક્ત દારૂ નો જથ્થો જામનગર તાલુકાના નાની લાખાણી ગામમાં રહેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ સપ્લાય કર્યો હોવાનું કબુલ્યું હતું, તેથી એલ.સી.બી. ની ટુકડીએ નાની લાખાણી ગામમાં મોડી રાતે પહોંચી જઈ દરોડો પાડ્યો હતો. જ્યાં રાજેન્દ્રસિંહ જાડેજા ના રહેણાંક મકાનમાંથી વધુ ૨૧ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.જે દારૂ કબજે કરી લઇ રાજેન્દ્રસિંહ જાડેજા ની પણ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી.

તેની પૂછપરછ દરમિયાન દારૂ ના સપ્લાયર તરીકે નાની લાખાણી ગામના રવિરાજસિંહ બહાદુરસિંહ જાડેજા નું નામ ખુલ્યું હતું, તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News