સાવરકુંડલા શહેર સુધરાઇ સમયાંતરે નિત નવા વિવાદોમાં સતત ચર્ચામાં રહેતી આવી છે. અણ આવડત અને બિનઅનુભવી નગરસેવકોને મહત્વપૂર્ણ હોદ્દાઓની જવાબદારી સોંપી દેવામાં આવે ત્યારે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. કઠપુતળીઓ સમાન નગરપાલિકાના સત્તાધિશોનો દોર મોટા નેતાઓના હાથમાં હોવાથી કોમ્યુનિકેશન ગેપને કારણે વાતનું વતેસર થઈ જતું હોય છે.
આવુ જ કંઇક બનવા પામ્યું છે, કચરામાં પડેલા ગટરના પાઇપ વોર્ડ નંબર ૮ના નગરસેવક દુલાભાઈ જયાણીએ રાતોરાત કોઈને જાણ વગર ઉપાડતા હોબાળો મચી ગયો. આ બાબતે સ્થળ તપાસ કરતા વોર્ડ નંબર ૮ની હદમાં આવતા જેસર રોડ બાયપાસ ચોકડી કોર્નર ઉપર, ખાનગી માલિકીની જમીનમાં, બંધાઈ રહેલા ખાનગી શોપિંગ સેન્ટરના કારણે તેની પાછળ આવેલા વિસેક જેટલા ખેતરોના વરસાદી પાણીના નિકાલનો બહુ પેચીદો પ્રશ્ન આગામી ચોમાસા દરમિયાન ઉપસ્થિત થાય તેમ હોવાથી વોર્ડ નંબર ૮ના નગરસેવક ડી કે પટેલે દુરંદેશીથી આ બાબતે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીને આગોતરી ટેલીફોનિક જાણ કરીને નાવલી નદી તથા માધવાણીની વાડી વિસ્તારમાં વર્ષોથી બિન ઉપયોગી વણ વપરાયેલ હાલતમાં કાદવ કીચડમાં પડેલી પાઇપોને સાફ-સફાઈ કરી, પોતાના ખર્ચે ઉપાડી જ્યાં જાહેર માર્ગની એલાઈમેન્ટ ની જગ્યા હોય ત્યાં વરસાદી પાણીના નિકાલ માટે વાપરવામાં આવેલ છે.
વધુમાં ડી.કે.પટેલના જણાવ્યા અનુસાર આ કામ સુધરાઈએ જ કરવાનું હોય અને ટેન્ડર પ્રક્રિયા દ્વારા આ કામ ઓછામાં ઓછું પાંચ લાખના બજેટમાં થાય જે મેં બિન ઉપયોગી ભંગાર હાલતમાં પડેલા પાઇપો સાફસુફ કરી મારા ખર્ચે કરાવી નાખ્યું છે અને પબ્લિકના પૈસાનો એટલો બચાવ કરેલો છે.નગરપાલિકા પ્રમુખને આ બાબતે જાણકારી હોવા છતાં ચીફ ઓફિસરને અંધારામાં રાખ્યા. ચીફ ઓફિસર દ્વારા લેખિત નોટિસ અપાઈ છતાં નગરપાલિકા પ્રમુખે ભેદી મૌન ધારણ કર્યુ. વિશ્ર્વાસપાત્ર વર્તુળોમાંથી જાણવા મળ્યા પ્રમાણે નોટીસ અપાઈ ગયા પછી ખુદ નગરપાલિકા પ્રમુખ અને ઉપ પ્રમુખ મોડી રાત્રે ડી.કે.પટેલના ઘેર પહોંચી આ પ્રકરણમાં ઢાંક પીછોડો કરવાનો રસ્તો શોધી નિવેડો લાવવા સલાહ લેવા દોડી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech