કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં થયેલા ડોકટર બળાત્કાર–હત્યા કેસમાં મુખ્ય આરોપી સંજય રોયને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ સાથે ૫૦ હજાર પિયાનો દડં ફટકારવામાં આવ્યો છે. ૯ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ થયેલા આ જઘન્ય ગુનાના ૧૬૪ દિવસ પછી, સિયાલદાહ કોર્ટે સજાની જાહેરાત કરી છે. અગાઉ, સંજય રોયને દોષિત ઠેરવતા, એડિશનલ ડિસ્ટિ્રકટ એન્ડ સેશન્સ જજ અનિર્બાન દાસે કહ્યું હતું કે તે આ કેસમાં દોષિત છે. તેણે જે કયુ છે તેની સજા તેને મળવી જ જોઈએ.મહિલા ડોકટર પર હત્પમલો કરનાર સંજય રોયને ભારતીય દડં સંહિતા (બીએનએસ) ની કલમ ૬૪, ૬૬ અને ૧૦૩ (૧) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ કલમો હેઠળ, ગુનેગારને મહત્તમ મૃત્યુદડં અથવા આજીવન કેદની સજા આપવાની જોગવાઈ છે. સજા સંભળાવતા પહેલા ન્યાયાધીશે સંજયને કહ્યું, મેં તને પહેલેથી જ કહ્યું હતું કે તારા પર બળાત્કાર અને હત્યા જેવા બધા આરોપો સાબિત થઈ ગયા છે.
આ અંગે સંજય રોયે કહ્યું, મને કોઈ પણ કારણ વગર ફસાવવામાં આવ્યો છે. હું હંમેશા રૂદ્રાક્ષની માળા પહેં છું. જો મેં ગુનો કર્યેા હોત, તો ગુનાના સ્થળે જ માળા તૂટી ગઈ હોત. મને બોલવાની મંજૂરી નહોતી. ઘણા કાગળો પર બળજબરીથી સહી કરવામાં આવી હતી
સીબીઆઈએ મૃત્યુ દંડની માંગ કરી હતી
સીબીઆઈના વકીલે મૃત્યુદંડની માંગણી કરી હતી. સીબીઆઈએ કહ્યું કે સજાથી સમાજમાં વિશ્વાસ પુન:સ્થાપિત થશે કારણ કે આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. સંજયના પરિવારના વકીલે માંગ કરી હતી કે મૃત્યુદંડને બદલે બીજી કોઈ સજા આપવામાં આવે.
આદેશને પડકારશું નહીં: સંજયની બહેન
નામ ન આપવાની શરતે, સંજયની મોટી બહેને કહ્યું કે પરિવારનો આ આદેશને કોઈપણ કોર્ટમાં પડકારવાનો કોઈ ઈરાદો નથી. યારે પત્રકારોએ તેમને પૂછયું કે શું તેમને લાગે છે કે તેમનો ભાઈ ખરેખર દોષિત છે, ત્યારે તેમણે કહ્યું: કૃપા કરીને મને એકલી છોડી દો. અમે ભાંગી પડ્યા છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech