કોડીનાર પીજીવીસીએલની બેદરકારીથી યુવકના મૃત્યુ કેસમાં ૧૪.૩૦ લાખનું વ્યાજ સહિતનું વળતર ચૂકવવા આદેશ

  • October 04, 2023 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર તાલુકાના જીથલા ગામના સ્વ.આશિષભાઈ નાથાભાઈ કાટેલીયાનુ પી.જી.વી.સી.એલ. કોડીનાર સબ ડીવીઝનના હેલ્પર તથા અધિકારીઓની ઘેાર બેદરકારી અને નિષ્કાળજીના કારણે થયેલ મૃત્યુ બદલ કોડીનારના એડવોકેટ પ્રતાપસિંહ વી. ચાવડા ધ્વારા જુનાગઢના જીલ્લ ા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમા ફરીયાદ કરાતા રૂા.૧૪,૩૦,૮૦૦નું ૭ % લેખે વ્યાજ સહીતનુ વળતર તેમજ રૂા.૨૫,૦૦૦/ માનસિક યાતનાનુ વળતર તેમજ રૂા.૧૦,૦૦૦ખર્ચ પેટે ચુકવવા આદેશ.
​​​​​​​
આ કેસની વિગત જોઈએ તો કોડીનાર તાલુકાના જીથલા ગામે કોડીનાર સબ ડીવીઝન નં ૨ ના ધ્વારા તેઓની એજી. ફીડરમાથી કાદીના પા સીમ વિસ્તારમા આવેલ પરબત મેપા સાલંકીના ખેતરમા ટી.સી. ઉભું કરવાની તા.૦૪/૦૭/૨૦૨૧ ના રોજ કામગીરી કરવામા આવેલ પરંતુ આ ટી.સી.માથી જમીનમા આવતા અર્લીંગના તાણીયાઓ જમીનમા ફીટ કરવાને બદલે તાણીયાઓ છુટા મુકી ટી.સી.ની કામગીરી અધુરી મુકી જતા રહેલ અને બીજા દીવસે કોઈપણ પ્રકારની કામગીરી પુરી કર્યા સિવાય અને સબ ડીવીઝન નં ૨ ના જવાબદાર અધિકારીઓ ઘ્વારા આ અંગે પુરતી ખરાઈ કે તપાસ કર્યા સિવાય આ ટી.સી.મા ઈલેવન કે.વી. લાઈનનો પાવર ચાલુ કરી દેતા આ ટી.સી.મા આગ લાગતા નજીકમા આવેલ જીથલા ગામના રહીશ નાથાભાઈ જીવણભાઈ કાટેલીયાની વાડી તથા થાળામા આગ લાગતા આ અંગેની જાણ નાથાભાઈને થતા તેઓ તેમજ તેમનો આશાસ્પદ યુવાન વયનો દીકરો  આશિષ (ઉ.વ.૨૦) એમ બન્ને જણા આગ ઓલવવા માટે ગયેલ ત્યારે આ ટી.સી.ની બાજુમા જમીનમા છુટા પડેલ અર્ધાંગના તાણીયાઓ ઉપર આ આશિષભાઈનો પગ પડી જતા સળગીને ભડથુ થઈ જતા સ્થળ પર જ ક્રમકમાટીભર્યુ મોત નીપજેલ. આ બાબતે કોડીનારના એડવાકેટ પ્રતાપસિંહ વી. ચાવડા ધ્વારા જુનાગઢના જીલ્લ ા ગ્રાહક તકરાર નિવારણ કમીશન સમક્ષ પી.જી.વી.સી.એલ. સામે કમીશન કેસ નં.૫૩/૨૦૨૨ થી ફરીયાદ અરજી દાખલ કરતા  ફેારમ કિંમશને પી.જી.વી.સી.એલ.ની બેદરકારી સાબિત માની તા.૩૧/૦૫/૨૦૨૩ ના રાજના હુકમ મુજબ મૃતક આશિષભાઈના વારસદારને રૂા.૧૪,૩૦,૮૦૦/- નુ ૭% લેખે વ્યાજ સહીતનુ વળતર તેમજ રૂા.૨૫,૦૦૦/ માનસિક યાતનાનુ વળતર તેમજ રૂા.૧૦,૦૦૦/- ખર્ચ પેટેની તમામ રકમ ૩૦ દીવસમાં ચુકવવા ચુકવવા સામાવાળાની સામે ન્યાયના હીતમા હુકમ કરી દાખલા રૂપ ચુકાદો આપેલ છે.આ બનાવ બાબતે પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ તેમજ બીટ જમાદારે નિયમ મુજબ સ્થળ પંચનામા વિગેરે કરેલ ન હોય જેથી મૃતકના પિતા ધ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆતો કર્યાબાદ લાઈન ઈન્સ્પેકટર ધ્વારા સ્થળ પર આવી યાગ્ય રીપોર્ટ કરતા તેના આધારે વળતરનો દાવો કરાતા અરજદાર ને યોગ્ય ન્યાય અપાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application