ખોડલધામ નિર્મિત કેન્સર હોસ્પિટલના ભૂમિદાનના સંકલ્પને ઘેર ઘેર પહોંચાડો: નરેશ પટેલ

  • December 23, 2023 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર તેમજ ધ્રોલ- કાલાવડ- જામજોધપુર (માંડાસણ) સહિત શહેરમાં મીટીંગ યોજાઇ: સર્વ સમાજ માટે બનનારી અતિ આધુનિક કેન્સર હોસ્પિટલના ભૂમિ પૂજન નું આમંત્રણ પણ અપાયું

આગામી તારીખ ૨૧મી જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સાત વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા વધુ એક પ્રકલ્પ સાર્થક બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે રાજકોટ નજીક આવેલ અમરેલી ગામ ખાતે સર્વ સમાજ માટે અધ્યતન આધુનિક કેન્સર હોસ્પિટલ નું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે.
ત્યારે આગામી તારીખ ૨૧ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે, ત્યારે આ ભવ્ય કાર્યક્રમ પ્રસંગના લાખો લોકો શ્રી ખોડલધામ કાગવડ મંદિરના પટાંણગણમાં સાક્ષી બનશે.
કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા ૧૭ ડિસેમ્બર થી ગુજરાત, મહારાષ્ટ્ર સહિત રાજ્યના પ્રવાસની શરૂઆત કરવામાં આવી છે અને તારીખ ૧૭, ડિસેમ્બરના રોજ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે પ્રવાસની શરૂઆત કરી હતી.
રાજકોટ નજીક અમરેલી ગામ ખાતે સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન માટે સંકલ્પબધ્ધ કરવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ જામનગર જિલ્લા સહિત શહેરમાં રૂબરૂ આમંત્રણ આપવા અને સૌને કેન્સર હોસ્પિટલમાં ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવામાટે ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં જામનગર જિલ્લાના ગઈકાલે તારીખ ૨૨ ડિસેમ્બરને ના શુક્રવારના રોજ આમંત્રણ આપવા પધાર્યા હતા. જેમાં સૌપ્રથમ ધ્રોલ તાલુકામાં સવારે ૧૦.૦૦ કલાકે ડીએચ મુંગરા ક્ધયા વિદ્યાલય ખાતે આમંત્રણ આપવા પહોંચ્યા હતા.
ત્યારબાદ કાલાવડ ખાતે બપોરે ૨.૩૦ વાગ્યે હિરપરા ક્ધયા વિદ્યાલય ખાતે, ત્યારબાદ જામજોધપુર તાલુકાના માંડાસણ ગામે સાંજે ૪.૩૦ કલાકે શ્રી સરદાર પટેલ સેવા સમાજમાં લેઉવા પટેલ સમાજના લોકોને આમંત્રણ આપ્યું હતું.
ત્યારબાદ સાંજે ૬.૩૦ કલાકે જામનગર શહેરમાં સરદારધામ સોસાયટી રણજીતસાગર રોડ મયુર ટાઉનશીપ પાછળ હજારો સંખ્યામાં ખોડલધામના આગેવાનો તેમજ લેવા પટેલ સમાજના લોકોની રૂબરૂમાં આમંત્રણ પાઠવ્યું હતું તેમજ સાંજ છ વાગ્યે ખાસ લોકસાહિત્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનસુખભાઈ વસોયા (ખીલોરીવાળા) એ લોકસાહિત્ય ડાયરાની જમાવટ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application