જામનગરમાં સંજરી એજયુકેશ એન્ડચેરીટેબલ ટ્રસ્ટના અલ્તાફભાઈ ખફી દ્વારા ખિદમતે શહેરીની ખાસ વ્યવસ્થા

  • March 02, 2025 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રહમતો બરકતોના માહે રમઝાનમાં પ્રવાસીઓ (મુસાફરો) કોલેજના વિદ્યાથીઓ, કર્મચારીઓ, ડ્રાઈવરો, હોસ્ટેલના વિદ્યાર્થીઓ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગા, બસ ડેપો, રેલ્વે સ્ટેશન પર આવતા જતા મુસાફરો, તેમજ જરૂરતમંદ લોકોને શહેરીના પેકેટ પહોંચાડવામાં આવશે.

​​​​​​​


જામનગરમાં રમઝાન માસ નિમિતે શહેરી પેકેટ માટે ફોન કરવાનો સમય દરરોજ સાંજે ૪ થી રાત્રે ૨ વાગ્યા સુધી રહેશે. જેમાં જાવેદભાઈ મો. ૯૩૭૫૩ ૭૮૪૯૪, વશીમભાઇ ખફી મો. ૮૫૧૧૧ ૧૧૧૯૦, ઇલ્સાયભાઈ ખફી મો. ૯૭૩૭૧ ૨૭૧૭૧, શોહાનભાઇ ખફી મો. ૭૨૨૭૯ ૨૩૩૩૩ ની અખબારી યાદીમાં જણાવ્યું છે.


જામનગર શહેરના વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષના નેતા તેમજ સંજરી એજ્યુકેશન ચેરમેબલ ટ્રસ્ટના અલ્તાફભાઈ ખફી દ્વારા લોકડાઉનના સમયે અને ગત વર્ષે પણ રમજાન માસ નિમિત્તે આ ખૂબ જ ઉમદા અને સરહાનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ પરંપરા આ વર્ષે પણ ચાલુ રાખીને રોઝેદારો માટે સહેરીની ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application