સિંગરના પતિએ લગ્નના 4 વર્ષ પછી આપી પ્રતિક્રિયા
ફેમસ સિંગર નેહા કક્કરે વર્ષ 2020માં રોહનપ્રીત સિંહ સાથે ધૂમધામથી લગ્ન કર્યા હતા. લગ્ન બાદથી જ તેમના સંબંધો સમાચારોમાં રહ્યા છે. ત્યારે હવે નેહા અને રોહનપ્રીતના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે તેને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ચાલી હતી જે બાદ એક ઈન્ટવ્યૂ દરમિયાન ગાયિકાના પતિએ પ્રતિક્રિયા આપી છે.
બોલિવૂડના સૌથી લોકપ્રિય સિંગર નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ અવારનવાર તેમના લગ્નને લઈને ચર્ચામાં રહે છે. આ દરમિયાન, ઘણા અહેવાલો સામે આવ્યા છે કે નેહા અને રોહનપ્રીતના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે અને બંને છૂટાછેડા લેવાના છે. આ અંગે સોશિયલ મીડિયામાં પણ ઘણી ચર્ચા થઈ રહી છે કે ચાર વર્ષ બાદ રોહન અને નેહા કેમ અચાનક છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. ત્યારે આ અંગે રોહન પ્રીતે એક ઈન્ટવ્યૂ દરમિયાન તેના લગ્નજીવનને લઈને વાત શેર કરી હતી.
બોલિવૂડની સૌથી પોપ્યુલર સિંગર નેહા કક્કડ પોતાના અવાજથી લોકોને દિવાના બનાવતી રહે છે અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના જીવન સાથે જોડાયેલ દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરતી રહે છે. આ દિવસોમાં અભિનેત્રી રિયાલિટી શો સુપર સ્ટાર સિંગર 3 માં જજ તરીકે જોવા મળે છે. આ દરમિયાન ઘણા સમાચાર સામે આવી રહ્યા છે કે લગ્નના 4 વર્ષ બાદ રોહન પ્રીત અને નેહા છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. વાસ્તવમાં, કપલના વર્ષ 2020માં ભવ્ય લગ્ન થયા હતા. પરંતુ હવે નેહા કક્કરના પતિ રોહને આ બાબતો પર પ્રતિક્રિયા આપી છે અને તેના લગ્ન વિશે ઘણી વાતો શેર કરી છે.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેના લગ્ન વિશે વાત કરતા રોહનપ્રીતે કહ્યું, "નેહા અને હું એકબીજા સાથે રહેવાનું નક્કી કર્યું હતું અને અમે બંને એક મ્યુઝિક વીડિયો માટે મળ્યા હતા. આ સમય દરમિયાન અમે ધીમે ધીમે નજીક આવ્યા. મારી સાથે જે બન્યું તે સૌથી સારી બાબત છે અને હું પોતાને ખુબ ભાગ્યશાળી માનું છું."
જો કે, ગયા વર્ષે દંપતીના છૂટાછેડાને લઈને ઘણી અફવાઓ હતી અને જ્યારે તેને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “હું અફવાઓ પર ધ્યાન આપતો નથી. જો લોકો ખોટીવાતો ફેલાવવાથી ખુશ થાય છે, તો તે તેમના માટે સારું છે. નેહા અને હું અમારા કામ અને અમારા જીવનમાં ખૂબ ખુશ છીએ.
જ્યારે હું નેહાના કામને જોઉં છું, ત્યારે મને ખ્યાલ આવે છે કે તે કેટલી નમ્ર છે. અને જ્યારે હું નેહાને જોઉં છું, ત્યારે મને ખ્યાલ આવે છે કે તે કેટલી નમ્ર છે અને મારા માટે તે આસપાસના સૌથી મીઠી વ્યક્તિઓમાંની એક છે. હું તેની પાસેથી ઘણું શીખું છું."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech