ખંભાળિયાના સેવાભાવી કાર્યકર પરાગભાઈ તન્નાનું નિધન 

  • April 02, 2025 11:41 AM 

ખંભાળિયાના જુના અને જાણીતા સેવાભાવી કાર્યકર પરાગભાઈ તન્નાનું ગઈકાલે મંગળવારે 60 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી ખંભાળિયામાં શોકનો માહોલ છવાયો છે.


ખંભાળિયાના મેડિકલ ક્ષેત્રના પાયોનીયર તેમજ આદરભર્યું સ્થાન ધરાવતા વાળા વી.આર. તન્ના મેડીકલ સ્ટોર વારા સ્વ. શ્રી પ્રભુદાસભાઈ તન્નાના સુપુત્ર પરાગભાઈ તન્ના કે જેઓ છેલ્લા દાયકાઓથી મેડિકલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, તેમણે પોતાના જીવનકાળ દરમિયાન વિવિધ પ્રકારની સેવાઓને પણ પ્રાધાન્ય આપ્યું હતું. ખાસ કરીને સ્મશાન તેમજ સારવાર અંગેની તેમની સેવાઓ નગરજનો માટે અવિસ્મરણીય બની રહી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં તેમના દ્વારા અસરગ્રસ્તો તેમજ અકાળે નિધન પામેલા લોકો માટે સ્મશાન અંગેની સેવાઓને આજે પણ લોકો યાદ કરે છે. સ્વ. સંજયભાઈના મોટાભાઈ તેમજ મુકેશભાઈ તન્નાના નાનાભાઈ પરાગભાઈ તન્નાનું મંગળવારે બપોરે નિધન થતાં રાત્રે યોજાયેલી સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો સાથે મિત્ર વર્તુળ, નગરજનો અને આગેવાનો જોડાયા હતા અને શોકની લાગણી વ્યક્ત કરી હતી. 

તેમની પ્રાર્થનાસભા ગુરૂવાર તારીખ 3-04-2025 ના રોજ સાંજે 5 થી 05:30 ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application