ખંભાળિયા નજીકથી થોડા સમય પૂર્વે ઝડપાયેલા બોકસાઈટ ભરેલા ટ્રક સંદર્ભે ચાર શખ્સો દ્વારા મિલીભગત આચરીને આ ખનીજની બનાવટી ટેક્સ ઇન્વોઇસ (બિલ) બનાવીને સરકાર સાથે છેતરપિંડી આચર્યા સબબની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયામાં રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા અને અહીંની ખાણ ખનીજ કચેરીમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અંકુરકુમાર જગદીશભાઈ ભાદરકા (ઉ.વ. 28) એ જામનગરમાં રહેતા અને એક ડમ્પરના માલિક એવા અજય ભાદરકા, ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામના રહીશ અશોક ભીમશી ચાવડા, નંદાણા ગામના દેવાણંદ ચાવડા અને મહાવીરસિંહ બટુકસિંહ વાઢેર સામે ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓએ પોતાના અંગત ફાયદા માટે પૂર્વયોજિત કાવતરું રચી અને આરોપી મહાવીરસિંહ બટુકસિંહ વાઢેરના કહેવા મુજબ જી.જે. 36 વી 0549 નંબરના ડમ્પરના માલિક અજય ભાદરકા અને અશોક ભીમશી ચાવડાએ અન્ય એક આરોપી દેવાણંદ ચાવડાને સાથે રાખીને કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામની સીમમાંથી બિન અધિકૃત રીતે રો-બોક્સાઈટ ખનીજ 32.605 મેટ્રિક ટનનો જથ્થો ટ્રકમાં ભરીને આરોપી અશોક અને મહાવીરસિંહએ સરકાર સાથે છેતરપિંડી કરવાના ઈરાદાથી આ ટ્રકમાં રો-બોક્સાઈટ ભર્યું હતું. તેનું સેમી કેલ્સાઈન બોક્સાઈટનું બનાવટી ટેક્સ ઈન્વોઈસ બિલ બનાવી આ બનાવટી બિલને ખરા તરીકે રજૂ કરી બોકસાઈટ ખનીજ વહન કરવામાં આ બિલનો ઉપયોગ કર્યો હતો.
આમ, આરોપીઓ દ્વારા બોકસાઈટ ખનીજનું અનધિકૃત રીતે વહન કરીને સરકારના કિંમતી બોકસાઈટ ખનીજની ચોરી કરી, નાણાકીય તિજોરીમાં આર્થિક નુકસાન કરવા ખંભાળિયા પોલીસે ઉપરોક્ત ચારેય આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 465, 467, 468, 471, 120 (બી) તથા માઈન્સ એન્ડ મિનરલ એક્ટ અને ગુજરાત મિનરલ પ્રીવેન્શન ઓફ ઈલ-લીગલ માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech