BREAKING NEWS

કેશોદ પોલીસે ખેતરમાં સંતાડેલો રૂા.૨.૫૨ લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

  • June 25, 2026 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેશોદ પોલીસ દ્રારા રાત્રી પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી . ૨.૫૨ લાખથી વધુ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દાઅલગ અલગ બ્રાન્ડનો (ઈંગ્લીશ દા) ઝડપી પાડવામાં આવ્યો હતો આ કામગીરી દરમિયાન એક શખ્સને પણ ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
મળતી મુજબ કેશોદ પોલીસ રાત્રી પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીદારો મારફતે માહિતી મળી હતી કે ગૌરવ દેવજીભાઈ મા, રહે. ચરવાળા દ્રારા ભારતીય બનાવટનો વિદેશી દાનો મોટો જથ્થો ખમીદાણા ગામની સીમ વિસ્તારમાં આવેલા નરસીભાઈ સાજણભાઈ રાઠોડના ખેતરમાં સંતાડી રાખવામાં આવ્યો છે
બાતમીના આધારે કેશોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી ત્યાં ખેતરમાં ચારાના ઢગલા પાસે એક શખ્સ ઉભેલો જોવા મળ્યો હતો પોલીસને જોતા જ તે ભાગવાનો પ્રયાસ કરતો હતો પરંતુ પોલીસે તેને ઝડપી લીધો હતો ત્યારબાદ સ્થળ પર તપાસ હાથ ધરતાં ચારાના ઢગલા નીચેથી અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દાની બોટલો મળી આવી હતી
પોલીસે ઝડપાયેલા શખ્સ પાસે દા રાખવા અંગેના પરમીટ અથવા અન્ય કોઈ કાયદેસર આધાર પુરાવાની માંગણી કરી હતી પરંતુ તે કોઈ પુરાવો રજૂ કરી શકયો નહોતો પરિણામે પોલીસે કુલ ૩૭૭ બોટલ ઈંગ્લીશ દા, જેની અંદાજિત કિંમત . ૨,૫૨,૧૪૬ થાય છે, તે મુદ્દામાલ સાથે જ કર્યેા હતો આ સમગ્ર મામલે કેશોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે દાનો જથ્થો કયાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં અન્ય કોઈ વ્યકિતઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application