કેરલના વાયનાડમાં અતિ ભારે વરસાદના કારણે ભેખડો ધસી પડી હતી અને અહીં ભૂસ્ખલન બાદ 100થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની જાણકારી મળી રહી છે જેમાં અત્યાર સુધીમાં 96ના મોત થયાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. 100થી વધુ ઘાયલોને સારવાર માટે તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થિતિ એટલી ભયાનક બની રહી છે કે વાયુસેનાને તમિલનાડુથી બે હેલિકોપ્ટર મોકલવા પડ્યા પરંતુ વરસાદના કારણે હેલીકોપ્ટર પરત ફર્યા છે. ભૂસ્ખલનને કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા બાદ રાજ્ય સરકારે રાજ્યમાં બે દિવસનો શોક જાહેર કર્યો છે.
કેરલના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે લેન્ડસ્લાઈડથી કાટમાળ હેઠળ દટાયેલા લોકોને બચાવવા માટે મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટનામાં 3બાળકો સહિત 96ના મોતના મોત થયા છે.
મળતી માહિતી મુજબ, મંગળવારે મોડી રાતે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું. ત્યારબાદ સવારે લગભગ 4.10 વાગ્યે વધુ એક ભૂસ્ખલન થયું. મોટા ભાગના લોકો આ સમયે ઊંઘમાં હોવાથી કોઈને ઘરની બહાર ભાગવાનો મોકો જ ન મળ્યો અને 100થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા છે, અને તેમને બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ભૂસ્ખલનમાં ઘાયલ થયેલા લોકોને વાયનાડના મેપ્પડીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ બાબત પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું છે કે વાયનાડમાં ભૂસ્ખલન બાદ તમામ સંભવિત બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવશે. ઘટનાની જાણ થતાં જ સરકારી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્યની તમામ સરકારી એજન્સીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે. આજે રાજ્યના મુખ્યમંત્રી સ્થળની મુલાકાત લે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ખાસ કંટ્રોલ રૂમ શરૂ
સીએમઓના જણાવ્યા અનુસાર, વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું છે. નેશનલ હેલ્થ મિશન દ્વારા અહીં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. ઇમરજન્સી સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 પણ જારી કરવામાં આવ્યા છે. બચાવ કાર્ય માટે વાયુસેનાના બે હેલિકોપ્ટર એમઆઈ-17 અને એક એએલએચ તમિલનાડુના સુલુરથી સવારે 7.30 વાગ્યે રવાના થયા.
વાહનોની અવરજવર પર પ્રતિબંધ
ભૂસ્ખલન પછી, સીએમઓએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને, થમરાસેરી પાસથી આવશ્યક વાહનો સિવાયના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામને રસ્તો ફરી કાર્યરત બનાવવા માટે તૈયાર રહેવા જણાવાયું છે. જેથી અહીં ટ્રાફિક જામ ન થાય અને બચાવ સામગ્રી મુંડકાઈ સુધી પહોંચાડી શકાય.
પીએમએ કરી 2 લાખની સહાયની જાહેરાત
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે વાયનાડના કેટલાક ભાગોમાં ભૂસ્ખલનથી હું પરેશાન છું. મારી સંવેદના એવા તમામ લોકો સાથે છે જેમણે પ્રિયજનોને ગુમાવ્યા છે અને ઘાયલો માટે પ્રાર્થના. હાલમાં તમામ અસરગ્રસ્તોની મદદ માટે બચાવ કામગીરી ચાલી રહી છે. કેરળના મુખ્ય પ્રધાન સાથે વાત કરી અને ત્યાંની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડા પ્રધાને દરેક વ્યક્તિના પરિવારોને વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવાની જાહેરાત કરી. ભૂસ્ખલનમાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech