કપિલ દા જવાબ નહી, પ્રાઈવેટ જેટ ખરીદ્યાની ચર્ચા

  • August 31, 2024 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પત્ની ગિન્ની સાથે સ્ટાઈલિશ લુકમાં દેખાતા ફેન્સની અટકળો તેજ બની
લોકોને ખડખડાટ હસાવતો કપિલ શર્મા હમણાથી કોઈ અલગ જ અંદાઝથી ચર્ચામાં છે.કપિલ શર્મા નેટફ્લિક્સના દ ગ્રેટ ઈંડિયન કપિલ શોની આગામી સીઝન સાથે દર્શકોને હસાવવા માટે તૈયાર છે. આ દરમ્યાન કપિલ પોતાના બિઝી શિડ્યૂલમાંથી સમય કાઢીને પોતાની પત્ની સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરતો જોવા મળ્યો હતો. તેની એક ઝલક તેણે ઈંસ્ટાગ્રામના રીસેંટ પોસ્ટમાં જોવા મળી રહી છે. જેમાં તે પ્રાઈવેટ ઝેટથી પોતાની પત્ની ગિન્ની સાથે એક સ્વૈગ એન્ટ્રી લેતો દેખાઈ રહ્યો છે.કપિલ શર્મા આ પોસ્ટમાં વ્હાઈટ જેકેટ સાથે ડાર્ક બ્લૂ જીન્સ અને વ્હાઈટ શૂઝ પેયર કર્યા છે અને તેના લુકને વધારે ડેશિંગ તેના સનગ્લાસેઝ બનાવી રહ્યા છે.
કપિલ શર્મા અને ગિન્ની શર્માનો સ્વૈગ લુક જોરદાર રહ્યો છે તો બીજી તરફ ગિન્ની પણ એક સુંદર બ્લૂ આઉટફિટ અને બ્લેક શેડ્સ સાથે હાથમાં બ્લેક પર્સ સાથે દેખાઈ રહી છે. બંનેને જોઈને એવી લાગી રહ્યું છે કે, જેમ કે ફિલ્મના લીડ એક્ટર્સની એન્ટ્રી થઈ રહી હોય.તેની પોસ્ટમાં પ્રાઈવેટ જેટ અને તેની આ પોસ્ટ જોયા બાદ યુઝર્સ કેટલીય કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું છે કે, પ્રાઈવેટ જેટ બતાવવાની રીત થોડી કેઝુઅલ છે. તો વળી બીજાએ લખ્યું છે કે, શું ભાઈ ગરીબ ગરીબ કરતા ચાર્ટર્ડ પ્લેન ખરીદી લીધું. આ પોસ્ટ પર કોમેડી ક્વીન પર ભારતી અને સિંગર બીપ્રાક જેવા સેલેબ્સ પણ રિએક્ટ ઈમોઝિસ સાથે રિએક્ટ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application