ગુજરાતમાં આજે અલગ અલગ પ્રકારની હિટ વેવ અને માવઠાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતાએ આજે દક્ષિણ ગુજરાતમાં નર્મદા તાપી અને ડાંગ જિલ્લામાં માવઠું થવાની આગાહી કરી છે તો બીજી બાજુ સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના વિસ્તારોમાં આજે હીટ વેવનું યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હીટ વેવની આજે સૌથી વધુ અસર પોરબંદર જિલ્લામાં જોવા મળશે.
સમગ્ર રાજ્યમાં ગઈકાલે સૌથી ઊંચું તાપમાન રાજકોટ માં 40.9 ડિગ્રી નોંધાયું હતું. ત્યાર પછીના બીજા ક્રમે પોરબંદરમાં 39.7 ડીગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. આજે પોરબંદરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી જશે અને હીટ વેવની સૌથી વધુ અસર જોવા મળશે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગુજરાતમાં આજથી તારીખ 3 એપ્રિલ સુધી મહત્તમ તાપમાનમાં સતત વધારો થશે અને ત્રણ દિવસમાં ત્રણથી ચાર ડિગ્રી જેટલું તાપમાન વધી જશે.
હવામાન વિભાગ દ્વારા એક બાજુ ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે તો સાથો સાથ બીજી બાજુ આજે દક્ષિણ ગુજરાતમાં નર્મદા તાપી ડાંગ જિલ્લામાં અને આવતીકાલે છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં પણ માવઠું થવાની આગાહી કરી છે વરસાદની સાથો સાથ પ્રતિ કલાકના 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
બુધવારે સૌરાષ્ટ્રમાં માવઠાનું જોર ઓછું થશે પરંતુ પંચમહાલ છોટા ઉદેપુર અને તાપી જિલ્લામાં વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. મધ્યપ્રદેશમાં લોઅર લેવલે સર્જાયેલા ટ્રફ, બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, આસામમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમના કારણે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ વિદર્ભ આંધ્ર પ્રદેશ કેરલા તામિલનાડુ તેલંગાણા, કર્ણાટક અરુણાચલ ત્રિપુરા સહિતના રાજ્યોમાં પણ તોફાની પવન સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે સન્માન સભા
April 24, 2025 11:13 AMઅસીમ મુનીર ઓસામા જેવો આતંકવાદી ભારતે પાકિસ્તાનનું ગળું ઘોંટી નાખવું જોઈએ
April 24, 2025 11:10 AMવેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ એકાએક બંધ: નોટીસ ઇસ્યુ
April 24, 2025 11:09 AMઆરોગ્ય તંત્ર દ્વારા લૂ (હિટ વેવ) લાગવાથી રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર
April 24, 2025 11:06 AMગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી મળી જાનથી મારી નાખવાની ધમકી
April 24, 2025 11:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech