શહેરમાં નજીવી બાબતે આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે જે ખુબ મોટું ચિંતાનું કારણ છે, આ પાછળ લોકોની સહનશક્તિ ઘટી રહી હોય અને ક્ષણિક ગુસ્સો જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે 24 કલાકમાં 2 આપઘાતના બનાવ સામે આવ્યા છે. ન્યારી ડેમ પાસે યુવકે ઝેરી દવા પી ને અને સુખસાગર સોસાયટીમાં મહિલાએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે.
પ્રાપ્ત વિગત મુજબ કણકોટ નજીક રહેતો કિશન ભનુભાઇ ચારોલીયા (ઉ.વ.18)એ સાંજે ચારેક વાગ્યે ઘરેથી નીકળી ન્યારી ડેમ પાસે ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં મળી આવતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનાર કિશન ત્રણ ભાઈ બે બહેનમાં ચોથા નંબરે હતો અને હાલ કામ ધંધો ન કાંઈ કરતો નહતો. મોટી બહેન પાસેથી ખર્ચના પૈસા માગતા જે આપવાની બહેને ના પાડતા ઘરેથી ઉશ્કેરાઈ નીકળી ગયા બાદ ન્યારી ડેમ પાસે દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
બીજા બનાવમાં ભગવતીપરામાં સુખ સાગર સોસાયટીમાં રહેતા જ્યોતિબેન વિશાલભાઈ વાઘેલા (ઉ.વ.35)ની પરિણીતાએ આજે બપોરે ઘરે ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. આપઘાત કરનાર જ્યોતિબેનના લગ્ન થયાને 15 વર્ષ જેટલો સમય થયો હતો. સંતાનમાં એક દીકરો દીકરી છે. પતિ સફાઈ કામ કરે છે. ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application