કંગનાએ પઠાનને પાકિસ્તાન અને ISI સાથે સરખાવતા યુઝર્સ તૂટી પડ્યા

  • January 28, 2023 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • કોન્ટ્રવર્સી ક્વીનને શાહરુખની સફળતા પચી નહીં અને ભળકાવનારી કરી ટ્વીટ


 બોલીવૂડ ક્વીનમાંથી કોન્ટ્રોવર્સી ક્વીન બની ગયેલી છેલ્લી 9-9 ફ્લોપ ફિલ્મોની એક્ટ્રેસ કંગના રણૌતે હવે પઠાનની ટીકા કરીને વિવાદ સર્જ્યો છે. આડેધડ અને ઉશ્કેરણીજનક નિવેદનોને કારણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર દોઢ વર્ષ સુધી બેન રહ્યા બાદ કંગના પાછી ફરી છે અને આવતાની સાથે જ કંગનાની ટ્વિટર પર વાપસીએ ફરી સોશિયલ મીડિયા પર હોબાળો કર્યો છે. 
 
કંગનાએ શાહરુખ ખાનની ફિલ્મ પઠાન અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે, જેને લઈને તેણી ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. કંગનાએ ફિલ્મને પાકિસ્તાન અને ISI સાથે સરખાવતા યુઝર્સ રોષે ભરાયા છે.


બોલીવૂડના કિંગ ખાનની ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પઠાન રિલીઝ થઈ ગઈ છે અને શાનદાર કમાણી કરી રહી છે. 4 વર્ષથી વધુ સમય પછી, શાહરુખ ખાન આ ફિલ્મ દ્વારા બોક્સ ઓફિસ પર પાછો ફર્યો અને બોલિવૂડનો દુષ્કાળ કાળ પણ લગભગ પૂરો થઈ ગયો છે. પઠાણ સતત હાઉસફુલ જઈ રહી છે અને કિંગ ખાનના ફેન્સ પણ ભરપુર પ્રેમ વરસાવી રહ્યા છે. 



કંગનાને હાલ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. કંગનાએ ફિલ્મ પઠાણના કોન્ટેન્ટ સામે પોતાની વાત મુકી છે. કંગનાએ ફિલ્મના નકારાત્મક પાસા તરફ પણ ઈશારો કર્યો છે. કંગનાએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરી કે....

 જે લોકો દાવો કરી રહ્યા છે કે પઠાન નફરત પર પ્રેમની જીત છે, હું સંમત છુ, પરંતુ કોનો પ્રેમ કોની નફરત પર? ચાલો ઠીક છે સમજીએ કે કોણ ટિકિટ ખરીદી રહ્યુ છે અને તેને સફળ બનાવી રહ્યુ છે? હા, ભારતનો પ્રેમ અને સમાવેશ છે, જ્યાં 80 ટકા હિંદુ રહે છે અને છતાં પઠાન નામની એક ફિલ્મ છે. જે દર્શાવે છે કે આપણો દુશ્મન દેશ પાકિસ્તાન અને ISIS સફળતાપૂર્વક ચાલી રહ્યુ છે. આ ભારતની ભાવના છે નફરત અને નિર્ણયથી ઉપર જે તેને મહાન બનાવે છે. આ ભારતનો પ્રેમ છે જેણે દુશ્મનોની નીચી રાજનીતિને જીતી લીધી છે. પરંતુ જે લોકો ખૂબ જ આશાસ્પદ છે તેઓ કૃપા કરીને ધ્યાન આપો, પઠાન ફક્ત એક ફિલ્મ હોય શકે છે. ગુંજશે તો અહીં ફક્ત જય શ્રી રામ જ.

આ ટ્વીટને લઈને કંગના ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. ઘણા યુઝર્સે આ ટ્વિટને લઈને કંગનાને ઘેરી લીધી છે. જોકે, આ ફેન્સ સાથે સારુ નથી થયું કારણકે તેણીએ પહેલા ફિલ્મની પ્રશંસા કરી અને પછી યૂ-ટર્ન લઈ લીધો. એક ચાહકે કંગનાને જણાવ્યુ કે પઠાનની એક દિવસની કમાણી તેની જીવનભરની કમાણી છે.

કંગનાએ યુઝર્સને જવાબ આપ્યો અને લખ્યું, નિમો ભાઈ, મારી કોઈ કમાણી બાકી નથી. મેં મારું ઘર, મારી ઓફિસ, મારી પાસે જે છે તે બધું જ ગીરો મૂક્યું છે, માત્ર એક એવી ફિલ્મ બનાવવા માટે જે ભારતના બંધારણ અને આ મહાન રાષ્ટ્ર પ્રત્યેના આપણા પ્રેમની ઉજવણી કરશે.

 
 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application