BREAKING NEWS

કંગના રનૌત લેશે લોકઅપ 2માં એન્ટ્રી

  • July 01, 2026 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




'લોકઅપ સીઝન 2' શરૂ થતાની સાથે જ ધમાકો કરી રહ્યો છે. શોમાં જોવા મળી રહેલા કન્ટેસ્ટન્ટ્સે પોતાની જિંદગી સાથે જોડાયેલા કેટલાય મોટા ખુલાસા કર્યા છે. હવે આ શોમાં વધુ એક મોટો ધમાકો થવા જઈ રહ્યો છે. શોની ઓરિજિનલ હોસ્ટ કંગના રનૌત હવે આ સીઝન 2માં જોવા મળવાની છે. એક્ટ્રેસે જણાવ્યું કે તે આ વીકેન્ડ પર ફરાહ અને રિતેશ સાથે શોનો હિસ્સો બનશે. એક્ટ્રેસને ફરી એકવાર ક્વીનની ખુરશી પર જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતે તે ગેસ્ટ બનીને શો પર પહોંચશે. લોકઅપ સીઝન 2ને ફરાહ ખાન અને રિતેશ દેશમુખ હોસ્ટ કરી રહ્યા છે, ત્યારે હવે એ જોવું રસપ્રદ રહેશે કે કંગના અને નવા હોસ્ટની જુગલબંધી કેવી રહે છે.અહેવાલો અનુસાર, કંગના રનૌત લોકઅપ સીઝન 2માં જનતાનો અવાજ બનીને સામેલ થશે. આ એક સ્પેશિયલ વીકેન્ડ એપિસોડ હશે. આ અંગે કંગનાએ કહ્યું,આ શો હંમેશાં પોતાની સચ્ચાઈનો સ્વીકાર કરવા માટે જાણીતો રહ્યો છે, પછી ભલે તે વાત ગમે તેટલી અસહજ કેમ ન હોય. 'લોકઅપ: સચ યા સઝા' માટે પહેલા અઠવાડિયાના એલિમિનેશન માટે આ વીકેન્ડ પર ફરાહ અને રિતેશ સાથે જ્યુરી અથવા જનતાના અવાજ તરીકે સામેલ થતા હું બસ એટલું જ કહી શકું છું કે દરેક નિર્ણયની એક કિંમત ચૂકવવી પડે છે.

એક્તા કપૂરના શો લોકઅપની પહેલી સીઝનને કંગના રનૌતે હોસ્ટ કરી હતી. હવે બીજી સીઝનમાં કંગનાને કાસ્ટ ન કરવા અંગે એક્તા કપૂરે પોતાની સ્પષ્ટતા આપી હતી. તેણીએ કહ્યું હતું કે આ નવી સીઝન નવી વસ્તુઓથી ભરેલી છે. આ નવો કન્સેપ્ટ અને નવું ફોર્મેટ છે. આ સીઝનનું વિઝન અલગ છે. આ વખતે જેલર અને હોસ્ટ જેવો કોઈ સીન નથી. આ નવા ફોર્મેટના કારણે જ જૂની સીઝનની કંગનાને લાવવામાં આવી નહોતી. તેણીએ ઉમેર્યું કે એક્ટ્રેસ પણ આ વાતને સમજી જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application