આ વળી નવું: રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા ખેડૂતો માટે કબડ્ડી સ્પર્ધા

  • December 02, 2023 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


’આ ખેડૂતો માટેની સરકાર છે, અમે કિસાનો માટે ઘણું કર્યું છે અને ઘણું કરવાના છીએ’ તેવી વાતો ભાજપ દ્વારા અવારનવાર કરવામાં આવે છે પરંતુ ખેડૂતો માટે કબડી સ્પધર્નિું આયોજન રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવતા તેની ભારે ચર્ચા  થઈ રહી છે.રાજકારણને આમ તો ટાંટિયાખેંચની ગેમ મજાકમાં ગણવામાં આવતી હોય છે. પરંતુ રાજકોટ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા રાજકોટ જિલ્લા કક્ષાની નમો કિસાન કબડ્ડી પ્રતિયોગિતા આગામી તારીખ 5 ના સવારે 8:30 વાગ્યાથી ગોંડલ નજીક જામવાડી નેશનલ હાઈવે પાસે આવેલ એશીયાટીક એન્જિનિયરિંગ કોલેજમાં યોજવામાં આવશે.


રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભાની ચાર બેઠક 71 રાજકોટ ગ્રામ્ય 72 જસદણ વિછીયા 73 ગોંડલ 74 જેતપુર કંડોરણા અને 75 ધોરાજી ઉપલેટા વિસ્તારના ખેડૂતો માટે આ સ્પધર્િ નું આયોજન કરવામાં આવ્યું છે. ધોરાજી ઉપલેટા વિધાનસભા વિસ્તાર પોરબંદર સંસદીય મતવિસ્તારમાં આવે છે પરંતુ તે રાજકોટ જિલ્લામાં હોવાથી આ વિસ્તારના ખેડૂતો પણ કબડી સ્પધર્મિાં ભાગ લઈ શકશે.દરેક ખેલાડીને આયોજક તરફથી ટી શર્ટ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે અને સાથો સાથ જણાવાયું છે કે બરમુડા/ ચડ્ડી હાથ પગ બંનેની કેપ સ્પર્ધકે પોતાની રીતે સાથે લાવવાની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application