જૂનાગઢ જિલ્લ ામાં ખાસ કરીને મહેસુલ વિભાગ સંબંધીત તમામ પત્ર વ્યવહાર ઈ-સરકારના માધ્યમથી થઈ રહ્યો છે. જિલ્લ ા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ વહીવટને પેપરલેસ ઝડપી અને સરળ બનાવવા માટે ટેકનોલોજીના ઉપયોગ પર વિશેષ ભાર આપી રહ્યા છે. તેમણે જિલ્લ ાના મહેસુલ વિભાગના અધિકારી કર્મચારીઓને ઈ-સરકાર પ્રોજેક્ટના અમલ માટે તાલીમબદ્ધ કર્યાં સાથે જ પેપરલેસ અને ઝડપી વહીવટી પ્રક્રિયા માટે પ્રોત્સાહિત પણ કયર્િ હતા. જેના પરિણામે પત્ર વ્યવહારમાં બિનજરૂરી વિલંબ ટળ્યો છે.અને પ્રજાલક્ષી કામોને નવો વેગ મળ્યો છે.
આમ, જિલ્લ ા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની વહીવટને પેપરલેસ, ઝડપી અને સરળ બનાવવાની નેમને સફળતા મળી છે અને જૂનાગઢ જિલ્લ ો મહેસુલી કામગીરી ઈ-સરકાર મારફત કરવામાં રાજ્યમાં ટોચના સ્થાને છે. જિલ્લ ામાં ઈ-સરકાર પ્રોજેક્ટની અમલવારી માટે કલેકટરએ પ્રાંત અને મામલતદાર કચેરીના કાગળોને સ્કેનિંગ માટે સ્કેનર સહિતના સાધનોની ત્વરિત ફાળવણી પણ કરી હતી. ઉપરાંત જિલ્લ ાની મહેસુલ સિવાયની અન્ય સરકારી કચેરીઓમાં ઈ-સરકાર થકી પત્ર વ્યવહાર કરવામાં તે માટે જરૂરી સૂચનાઓ કલેકટરે આપી છે.
ઉલ્લ ેખનીય છે કે, ઈ-સરકારમાં અધિકારીની સહી પેનથી નહીં પણ ઈ સાઈન મારફતે થાય છે. ઉપરાંત ઈ-સરકાર એપ્લિકેશનના માધ્યમથી વહીવટી પ્રક્રિયા પારદર્શી બને છે, સાથે જ પેન્ડિંગ કાગળોનું મોનિટરિંગ તથા સમીક્ષા કરવી સહેલું બને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech