જૂનાગઢ: મોજશોખમાં પગાર ઓછો પડતા શોરૂમ મેનેજર સોનાની હેરાફેરી કરતો હતો

  • May 22, 2024 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં અક્ષર જવેલર્સમાં યેલ ૯૧ લાખની સોનાની હેરાફેરી મામલે પોલીસે મેનેજર સહિત ત્રિપુટીને ઝડપી કાર્યવાહી હા ધરી ચાર દિવસના રિમાન્ડ મેળવતા રિમાન્ડ દરમિયાન પગાર ઓછો પડતો હોય અને શોખ વધુ હોય જેથી  શોખ પૂરા કરવા સોનુ વેચી નાખતો હોવાની કબૂલાત કરી હતી. તેમજ પકડાયેલ ત્રિપુટી દ્વારા મિલીભગત કરી સસ્તા  ભાવે સોનાની ખરીદી કરી ફાઇનાન્સ કંપનીને આપી ગ્રાહકોને સોનુ વેચતા હોવાની કબુલાત) પોલીસે ૨૫.૭૬ લાખનો સોનુ, રોકડ સહિત ૩૧ લાખી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો.

જૂનાગઢમાં નાગર રોડ પર આવેલ અક્ષર જ્વેલર્સ નામની પેઢીમાં કામ કરતા મેનેજરે ૯૧ લાખનું સોનુ ગપચાવી ગયો હોવાની જ્વેલર્સના સુનિલભાઈ રાજપરાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં તપાસનો ધમધમાટ હા ધર્યો હતો. તપાસ બાદ પોલીસે મેનેજર મયુર ઉર્ફે મિલન નાનજીભાઈ વાઘેલાની ધરપકડ કરી હતી. અને પૂછપરછ માટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર તા સોનાની હેરાફેરી મામલે એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિતેશ ધાંધલીયા ના નિદર્શન હેઠળ એ ડિવિઝન પી.આઈ સાવજ સહિતની ટીમ દ્વારા  સોનાની હેરાફેરી મામલે ઊંડાણપૂર્વકની પૂછપરછ હા ધરી હતી.

સમગ્ર મામલે મેનેજર મયુર ઉર્ફે મિલન દ્વારા તેના મિત્ર કલ્પેશ ઉર્ફે કલ્પરાજસિંહ દીપ સિંહ નકુમ રહે નવદીપ એપાર્ટમેન્ટ ને સસ્તા ભાવે વેચાણે આપી ત્યારબાદ કલ્પેશ તે સોનું ખરીદ કરી આઈ આઈ એફ એલ ફાઇનાન્સ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા તેના મિત્ર ભૌમિક મહિપતભાઈ પરમાર રહેજ ટીંબાવાડી આનંદ નગર ને વેચાણે આપી ભૌમિક તે સોનુ ગ્રાહકોનું હોવાનું અને ઓકશનમાં હોવાનું બતાવી ગ્રાહકોને બજાર ભાવે વેચાણ કરતા હોવાનું કબુલાત કરી હતી. 

ઝડપાયેલા પૈકી મયુર સામે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ્યારે કલ્પેશ સામે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે. એ ડિવિઝન ની ટીમે ત્રણેય શખ્સો પાસેી ૨૫ લાખની કિંમતનું ૩૭૭.૭૩ ગ્રામ સોનુ, ૪.૫૦ લાખ રોકડ, ૩ મોબાઈલ અને એક મોટરસાયકલ મળી કુલ ૩૧.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હા ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application