BREAKING NEWS

જૂનાગઢ એસટી વિભાગને પાંચમાંથી ૪.૭નું રેટિંગ મળ્યું

  • July 01, 2026 09:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ એસટી વિભાગમાં બસના સંચાલન, સ્ટાફના સૌજન્યપૂર્ણ વ્યવહારો બાબતે ચલાવવામાં આવી રહેલી મુહીમમા મુસાફરોએ પાંચમાંથી ૪.૭ રેટિંગ આપ્યું છે. મધ્યસ્થ કચેરીની સૂચના બાદ જૂનાગઢ એસટી વિભાગ દ્રારા નિગમની સેવા બાબતે શું પ્રતિસાદ છે? તે જાણવા સેવાઓમાં રહેતી ત્રુટીઓ બાબતનો સારા અને અભિપ્રાય મેળવવા દરેક બસોની સીટો પર લગાવવામાં આવ્યા છે. મુસાફરો સફર દરમ્યાન કયુઆરકોડ સ્કેન કરી મુસાફરી સેવા બાબતે અભિપ્રાય જણાવી શકશે. સ્કેનરના માધ્યમથી ૭૪૩૩૨ મુસાફરોએ પ્રતિસાદ આપ્યો છે. જેમાં બસ સ્ટેન્ડની સ્વચ્છતા બાબતે પાંચમાંથી ૪.૮૭, બસની સ્થિતિ બાબતે ૪.૮૫, બસની નિયમિતતા અંગે ૪.૮૭, મુસાફરોએ સ્ટાફની વર્તણૂક અંગે ૪.૯૪, બસમાં મુસાફરી સમયે સલામતી અંગે ૪.૯૧ અને એસટી બસની મુસાફરીના અનુભવમાં પાંચમાંથી ૪.૭૦ રેટિંગ આપ્યું હતુ. વિભાગીય નિયામક ડાંગરે જણાવ્યું હતું કે સમગ્ર નિગમના વિભાગમાંથી સૌથી વધુ ફીડબેક જૂનાગઢ વિભાગ ને મળ્યા હતા એકંદરે નિગમની સેવાથી મુસાફરો એ સંતોષ વ્યકત કર્યેા હતો. અને બાકી રહેલી ત્રુટીને દૂર કરવા કટિબદ્ધતા વ્યકત કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application