જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મામલે મૌલાનાના એક દિવસના રિમાન્ડ મંજુર થતા એલસીબી દ્વારા પૂછપરછનો ધમધમાટ કરવામાં આવ્યો છે તો આજે બપોરે રિમાન્ડ પૂર્ણ થતા મૌલાના ને ફરીથી કોર્ટમાં રજૂ કરાશે જૂનાગઢમાં મૌલાનાની ધરપકડને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બે દિવસથી વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા મોલાના બેંક એકાઉન્ટમાં રકમ અને અલ અઝીમ ચેરીટેબલ ટ્રસ્ટ અંગે પણ ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી હતી.
જૂનાગઢની નરસિંહ વિદ્યા મંદિરના ગ્રાઉન્ડ ખાતે લઘુમતી સમાજના એક કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં મુંબઈના મૌલવી સલમાન અજહરીવક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.મૌલાના સલમાન અજહરીએ ભડકાઉ ભાષણ કર્યું હોવા મામલે તપાસ બાદ બી ડિવિઝન પીએસઆઇ સાંગાણીએ મૌલાના સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો હતો. વિધિવત ફરિયાદ નોંધાયા બાદ મૌલાના અજહરીની અટકાયત મુંબઈમાંથી મુંબઈ એટીએસ અને ત્યારબાદ ગુજરાત એટીએસને કબજો મળ્યા બાદ તેને જૂનાગઢ પોલીસને સોંપવામાં આવ્યો હતો. મૌલાનાને ગઈકાલે બપોરે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં જૂનાગઢ ચિફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયો હતો.પોલીસે ૧૦ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેની સામે ચિફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ મૌલાના અજહરીને એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ કર્યો હતો. રિમાન્ડ મંજુર થયા બાદ તેને હેડ ક્વાર્ટર ખાતે લાવવામાં આવ્યા હતા અને દરમિયાન એલસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે આજે બપોરે રિમાન્ડ પૂર્ણ થયા બાદ ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આજે સવારથી જ પોલીસ દ્વારા મૌલાના ને દેના બેન્ક એકાઉન્ટ ઉપરાંત અગાઉ કેટલાક સ્થળોએ કાર્યક્રમ કર્યા વિદેશ ફંડિંગ તેમજ નશા મુક્તિ ના નામે જૂનાગઢમાં આયોજન કરેલ તે ચેરીટેબલ ટ્રસ્ટ સહિતના મુદ્દાઓ અંગે પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
ગઈકાલે બપોરે કોર્ટમાં રજૂ કરાયા બાદ મૌલાના સલમાન અજહરીના વકીલ અને સરકારી વકીલ નિરવભાઈ પુરોહિત વચ્ચે ખૂબ જ ધારદાર દલીલો થઈ હતી. બપોરે ૨:૩૦ કલાકે શરૂ થયેલી દલીલોનો દોર સાંજે ૭:૩૦ કલાક સુધી સામ સામે દલીલો ચાલી હતી ફરિયાદી અને આરોપી પક્ષના વકીલોએ રિમાન્ડ મેળવવા અને રિમાન્ડ ન આપવા માટે ખૂબ જ ધારદાર દલીલો કરી હતી. ૧૦પાનાની રિમાન્ડ અરજીમાં ૧૦ મુદ્દાનો સમાવેશ કરીને જૂનાગઢ પોલીસે મૌલાના અજહરીની ૧૦ દિવસની રિમાન્ડની માંગ કરી હતી. આરોપી પક્ષના વકીલોની દલીલોને ધ્યાને રાખીને ચિફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા મૌલાના સલમાન અજહરીને આજે બપોરે ૪ વાગ્યા સુધીના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ કર્યો હતો.પોલીસે રિમાન્ડ મંજૂર થતા બંદોબસ્ત સાથે હેડ ક્વાર્ટર ખાતે લઈ ગઈ હતી અને પૂછપરછનો દોર શરૂ કર્યો હતો. આજે બપોરે રિમાન્ડ પૂર્ણ થતા ફરીથી કોર્ટમાં રજૂ કરાશે.
પોલીસે કોર્ટ તરફ જતા રસ્તાઓ પર બેરિકેડ લગાવ્યા
ગઈકાલે બપોરે મૌલાનાને જુનાગઢ કોર્ટમાં હાજર કરવાના હતા તે દરમિયાન બપોરથી જ ચિતાખાના ચોકથી ફેમિલી કોર્ટ સુધીના રસ્તે પોલીસે બેરીકેટ લગાવી દીધા હતા જેથી વાહનોની પણ અવરજવર બંધ રહી હતી અને કોર્ટ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડે પગે રાખવામાં આવ્યો હતો. જેથી વકીલોને પણ અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી.
દલીલોમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો ઉલ્લેખ
સલમાન અજહરીના વકીલ શકીલ શેખ અને સબીર શેખ દ્વારા ખૂબ જ ધારદાર રીતે કોર્ટમાં દલીલો રજૂ કરાઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ અને સુપ્રીમ કોર્ટે આપેલા પૂર્વેના કેટલાક જજમેન્ટોનું પાલન નથી થયું તેવો તર્ક રજૂ કરાયો હતો. જો કે ચિફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આરોપી પક્ષના વકીલોના આ તર્કને ફગાવીને અંતે મૌલાના સલમાન અજહરીને એક દિવસના રિમાન્ડ પર મોકલી આપવાનો હુકમ કર્યો હતો. અને તેની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ રિમાન્ડ પૂર્ણ થયા બાદ પછી કોર્ટમાં રજૂ કરતા વધુ રિમાન્ડ મળે છે કે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવે છે તેના પર હવે આજની કોર્ટની કાર્યવાહી પર સૌની મીટ મંડાયેલી છે. ગઈકાલે કોર્ટ દ્વારા રિમાન્ડ અંગેના નિર્ણય આપ્યા બાદ મૌલાના અજહરી ના વકીલ સબીર શેખે જણાવ્યું હતું કે જૂનાગઢ પોલીસે મૌલાના અજહરીની દસ દિવસની રિમાન્ડની માંગ કરી હતી. ત્યારે ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ ડેસ્ટિનેશનથી ડેસ્ટિનેશન હોય છે.સોમવારે સાંજે ૫કલાકથી આરોપી જ્યૂડિશિયલ કસ્ટડીમાં હતા તો કેમ પુછપરછ ન કરી સહિતના વિવિધ મુદ્દે દલીલો કર્યા બાદ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech