આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જૂનાગઢ શહેરના નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે અને સંભવિત આપત્તિઓને પહોંચી શકાય તે માટે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને પ્રિ–મોન્સુન બેઠક યોજવામાં આવી હતી. કમિશનરે તમામ વિભાગોને પરસ્પર સંકલન સાધીને સમયસર કામગીરી પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપી હતી. કમીશ્નરે શહેરના નાના–મોટા તમામ વહેતા વોકળાઓની સફાઈ ચોમાસું સત્ર શ થતા પહેલાં જ વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે.વરસાદી પાણીના નિકાલમાં કોઈ અવરોધ ન આવે તે માટે પ્રિ–મોન્સુન ડ્રેનેજ સફાઈ લાઈનોની ચકાસણી કરવા તેમજ શહેરમાં યાં પણ રસ્તાઓનું પેચવર્ક કે રીપેરિંગ બાકી હોય તેને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવા જણાવાયું છે.શહેરમાં પાણી ભરાવવાની સંભાવનાવાળા નીચાણવાળા વિસ્તારોને ચિ઼િત કરી,ત્યાં ડી–વોટરીંગ પપં મૂકવા તથા ઈમરજન્સી લાઈટિંગની વ્યવસ્થા અગાઉથી જ સુનિશ્ચિત કરવા આદેશ અપાયા છે. ચોમાસા દરમિયાન નાગરિકોની ફરિયાદોના ત્વરિત નિકાલ માટે ૨૪X૭ કાર્યરત આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ મ સક્રિય કરવા અને જરી સાધન–સામગ્રી તેમજ મેનપાવર તૈયાર રાખવા સૂચના અપાઈ છે.જર્જરિત અને જોખમી બાંધકામોની ચકાસણી કરી કાયદેસરની નોટિસ આપવાની કામગીરી ઝડપી બનાવવા તાકીદ કરાઈ છે.ચોમાસા દરમ્યાન અને બાદ ફેલાતા રોગચાળાને અટકાવવા માટે જરી દવાનો છંટકાવ,ફોગિંગ અને કલોરિનેશનની કામગીરીનું આયોજન કરવા આરોગ્ય વિભાગને નિર્દેશ આપવામાં આવ્યા છે.તેમજ કમિશનર પ્રભવ જોષીએ જૂનાગઢના નાગરિકોની સુરક્ષા અને સુવિધા અંગે કટીબદ્ધતા વ્યકત કરી હતી