જુનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયાએ જવાહર રોડની કામગીરીનું નિરીક્ષણ કર્યું
જુનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયાએ જવાહર રોડની કામગીરીનું નિરીક્ષણ કર્યું
May 22, 2026 10:42 AM
જૂનાગઢમાં જવાહર રોડને ત્રણ મહિના પૂર્વે તત્રં દ્રારા તોડવામાં આવ્યો. ત્યારબાદ ગોકળગાયની ગતિ એ કામગીરી થઈ રહી છે. ચોમાસુ નજીક છે તે પૂર્વે જ મુખ્ય માર્ગ પર અવરજવરમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે જૂનાગઢના ધારાસભ્ય એ જવાહર રોડનું નિરીક્ષણ કયુ હતું તેમ જ ગટરના ખુલ્લ ા ઢાંકણા તથા રસ્તા પર પથ્થરની કપચીઓ નિહાળી ધારાસભ્ય દગં રહી ગયા હતા અને અકસ્માત સર્જાય તે પૂર્વે તાત્કાલિક યુદ્ધના ધોરણે રસ્તાની અને ગટર કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા એ બુધવારે જ શહેરના પાંચ વોર્ડમાં વોર્ડ વાઇઝ લોકોને થતી સમસ્યા અંગે લોક સંવાદ કાર્યક્રમ યોયો હતો.જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તથા મહિલાઓએ પાયાકીય સુવિધા અંગે રજૂઆત કરી હતી. જવાહર રોડ ને ત્રણ માસ પૂર્વે તોડવામાં આવ્યો છે હજુ પણ કામગીરી પૂર્ણ થઇ નથી જેના કારણે ગઈકાલે સંજયભાઈ કોરડીયાએ સરપ્રાઈઝ વિઝીટ કરી હતી અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કયુ હતું. હાલ જવાહર રોડ પર રસ્તાથી ઉપરની સાઈડ ગટરના ઢાંકણ નાખવામાં આવ્યા છે આ ઉપરાંત અમુક પોઇન્ટ પર તો ગટરના ઢાંકણ પર રાખવામાં આવ્યા નથી. ખુલ્લ ી ગટર તથા રસ્તાની સાઈઝથી ઉપર રહેલા ગટરના ઢાંકણાથી અકસ્માત થવાની સંભાવના રહે છે જેથી ધારાસભ્ય દ્રારા તાત્કાલિક ગટરની કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી આ ઉપરાંત હજુ પણ સિમેન્ટ રોડ પૂર્ણ થયો નથી પથ્થરની કપચીઓ અને ધૂળ ના ઢગલા હોવાથી વાહનો ચલાવવા વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે. ચોમાસું નજીક છે જેથી જવાહર રોડ પર તાત્કાલિક રસ્તા નું કામ પૂર્ણ કરવા એન્જિનિયરોને અને કોન્ટ્રાકટરોને તાકીદ કરવામાં આવી હતી. ધારાસભ્યની સરપ્રાઈઝ વિઝીટ થી તંત્રના અધિકારીઓમાં દોડધામ થઈ હતી.