પત્રકાર એકતા પરિષદ ઝોન -૪ ના જીલ્લા કક્ષા નું અધિવેશન અગામી તા.૧૭/૩/૨૦૨૪ ના રોજ દેવભૂમિ દ્વારકા જીલ્લા ના જામ કલ્યાણપુર તાલુકા ના જામ રાવલ ની પ્રજાપતિ સમાજ વાડી ,હાઇસ્કુલ રોડ ખાતે તા.૧૭/૩ ના સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ દરમ્યાન યોજાનાર આ અધિવેશન ના આયોજન ની તાડમાર તૈયારી રાવલ ખાતે કરાઈ રહી છે.
આ વાર્ષિક અધિવેશનમાં સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નાના મોટા સંગઠનમાં સામેલ પત્રકારો તો ઉપસ્થિત રહશે સાથે આ પત્રકાર અધિવેશનમાં આમંત્રીત સંસ્થાઓ, સ્થાનીય રાજકીય, સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ, જિલ્લા તથા ઝોનના હોદ્દેદારો, અગ્રણીઓ તેમજ જીલ્લા બહાર થી પણ પત્રકાર, ઉપસ્થિત રહશે. સાથે આ અધિવેશન માં દેવભૂમિ દ્વારકા જિલ્લા ના સિનિયર પત્રકારો નું વિશિષ્ઠ સન્માન પણ કરાશે.
કાર્યક્રમના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા, ઇન્ચાર્જ પ્રદેશાધ્યક્ષ ગીરવાનસિંહ સરવૈયા, મહિલા વિંગ પ્રમુખ શમીમબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર આ અધિવેશનમાં છેલ્લાં ચાર વર્ષમાં આ સંગઠન દ્વારા પત્રકારો માટે કરાયેલ લડત તેમજ સમસ્યા ના ઉકેલ માટેની કામગીરીની રૂપરેખા રજૂ કરાશે.
આ પરિષદ ગુજરાતનું પત્રકારો માટેનું એકમાત્ર સંગઠન છે. જેમાં પ્રદેશ કારોબારી, ૧૨ ઝોન, ૩૪ જિલ્લા કારોબારી, રપર તાલુકા કારોબારી, મહિલા વિંગ, સ્ટેટ સમિીત, લીગલ વિંગ સ્ટેટ કમિટિ કાર્યરત છે. દર વર્ષે પ્રદેશાધ્યક્ષની ઉપસ્થિતિમાં જિલ્લાવાઈઝ મીટીગ અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાય છે. સમગ્ર આયોજન દેવભૂમિ દ્વારકા જિલ્લા અધ્યક્ષ અનિલભાઈ લાલ, પ્રદેશ કારોબારી મનોજભાઈ સોની, ઝોન પ્રભારી ગોવિંદભાઈ મોતીવારસ ઉપ. પ્રમુખ નેહુલ લાલ તેમજ તમામ પત્રકાર મિત્રોના સહયોગથી કરવામાં આવી રહયુ છે. આ તકે કારોબારી અધ્યક્ષ તેમજ રાવલ ખાતે યોજાનાર આ અધિવેશન ના આયોજક,સંયોજક એવા મનોજભાઈ સોની દ્વારા દેવભૂમિ દ્વારકા જીલ્લા ના તમામ પત્રકારો સંગઠિત થઇ આ તકે હાજર રહેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech