જીયો એરફાઈબર આ દિવસે લોન્ચ કરવામાં આવશે: અંબાણી

  • August 28, 2023 04:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રિલાયન્સની એજીએમમાં મુકેશ અંબાણીએ જીયો એરફાઈબરની મોટી જાહેરાત કરતાં કહ્યું કે, જીયો એરફાઈબરમાટે દરરોજ ૧૫૦,૦૦૦ કનેકશન આપી શકાય છે. તેના લોન્ચિંગની તારીખની જાહેરાત કરતા તેમણે કહ્યું કે જીયો એરફાઈબર ૧૯ સપ્ટેમ્બરે લોન્ચ થશે. આ દિવસે ગણેશ ચતુર્થી પણ છે.મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાંથી રાજીનામું આપી દીધું છે. હવે તેમની જગ્યાએ ઈશા અંબાણીની નિમણૂક કરવામાં આવી છે. આરઆઈએલ બોર્ડે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનતં અંબાણીની બોર્ડ ઓફ ડિરેકટર્સમાં નિમણૂક કરવાની ભલામણ કરી છે. નીતા અંબાણી બોર્ડમાંથી રાજીનામું આપશે. જો કે, તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે ચાલુ રહેશે. તેમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ૪૬મી એજીએમમાંજાહેર કરાયું હતું.

જીયો ઇન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે આજે જીયો સ્માર્ટ હોમ સેવાઓ શ કરી રહ્યું છે. જીયો ઝડપથી સ્માર્ટ હોમ સર્વિસ ફેલાવશે. જીયો બ્રોડબેન્ડ સેવા દ્રારા સ્માર્ટ હોમ પર ભાર આપી રહ્યું છે. તેમણે કહ્યું કે અમે ઉધોગ માટે જીયો ટ્રુ ફાઈવજી લેબની જાહેરાત કરી છે. જીયો ટ્રુ ફાઈવજી લેબથી ઉધોગ પરિવર્તન આવશે. તેમણે કહ્યું કે આનાથી અમારા ઘરોને મેનેજ કરવાનો અનુભવ બદલાશે. જીયો એરફાઈબરના પહેલાથી જ ૧૦ મિલિયનથી વધુ ગ્રાહકો છે. આ સાથે દર મહિને નવા ગ્રાહકો જોડાઈ રહ્યા છે. જીયો એરફાઈબર દ્રારા, અમારો ગ્રાહક આધાર વધીને ૨૦૦ મિલિયન ઘરો સુધી પહોંચશે.મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો નવા ભારતની અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન આપી રહ્યું છે. દેશમાં સરેરાશ વપરાશકર્તા દરરોજ ૨૫  ડેટા વાપરે છે અને દેશના કુલ ૫ નેટવર્ક વપરાશમાં જીયોનો હિસ્સો ૮૫ ટકા છે. જીયો દ્રારા ભારતમાં સૌથી ઝડપી ૫ઋ નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. મુકેશ અંબાણીએ કહ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૩માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો એબિટડા ૧.૫૩ લાખ કરોડ પિયા રહ્યો છે. નાણાકીય વર્ષ૨૦૨૩માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો કોન્સોલિડેટેડ પ્રોફિટ રેકોર્ડ . ૯.૭૪ લાખ કરોડ રહ્યો છે. કોર્પેારેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો ખર્ચ . ૧૨૭૧ કરોડ થયો છે.આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનતં અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં સામેલ થયા છે. મુકેશ અંબાણીએ એજીએમમાં આની જાહેરાત કરી હતી. સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો ઉલ્લેખ કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે નવું ભારત અટકતું નથી, થાકતું નથી અને હારતું નથી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના ગ્રહ, પૃથ્વી, દેશ અને કંપનીના તમામ રોકાણકારોનું ધ્યાન રાખે છે. નવી રિલાયન્સ ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application