શહેરમાં ઝુલેલાલ જયંતિની ઉમંગભેર ઉજવણી: શોભાયાત્રા નીકળી

  • April 11, 2024 12:00 PM 

આરતી, યજ્ઞોપવિત, લંગર પ્રસાદ, બાઇક રેલી, ભોજન સમારંભ સહિતના કાર્યક્રમો યોજાયા: જય ઝુલેલાલના નાદ સાથે ભવ્ય વિશાળ શોભાયાત્રા નીકળી: રસ્તામાં ઠેર - ઠેર સ્વાગત: હાલારના ગામડાઓમાં પણ જય ઝુલેલાલનો નાદ સંભળાયો



ગઇકાલે જામનગર શહેરમાં સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી ઝુલેલાલ જન્મ જયંતી (ચેટીચાંદ) સિંધી નૂતનવર્ષ મહોત્સવની ભવ્ય ઉજવણી થઇ હતી, જેમાં પ્રભાત આરતી, સમુહ યજ્ઞોપવિત, લંગર પ્રસાદ તેમજ શોભાયાત્રા અને ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, ગઇકાલ સવારથી જ સિંધી સમાજના ભાઇ-બહેનો મોટી સંખ્યામાં તીનબત્તી પાસે આવેલા ઝુલેલાલ મંદિરે ઉમટ્યા હતા અને દર્શન કરી દૂધ, બ્રેડનો પ્રસાદ લીધો હતો, બપોરના પાંચ વાગ્યે નાનકપુરીથી ઝુલેલાલ મંદિર સુધી ભવ્ય વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને રાત્રે ઝુલેલાલ મંદિરે પહોંચી હતી, રસ્તામાં શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું, સરબત, દૂધ કોલ્ડ્રીંકસ, આઇસ્ક્રીમ સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું એ પહેલા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં હતું, જેમાં જય ઝુલેલાલનો નાદ સંભળ્ાયો હતો. ગઇકાલે યોજાયેલા સામુહિક યજ્ઞોપવિતના કાર્યક્રમમાં અનેક બાળકોએ યજ્ઞોપવિત ધારણ કરી હતી.


ગઇકાલ સવારથી જ ચેટી ચાંદ મહોત્સવ 2024ની ભવ્ય ઉજવણી થઇ રહી છે, વહેલી સવારે 5 વાગ્યાથી કાર્યક્રમનો દોર શ થયો હતો, સવારે 5 વાગ્યે દુધ અને બ્રેડ પ્રસાદ ઝુલેલાલ મંદિર ખાતે યોજાયો હતો, ત્યાર બાદ 10 વાગ્યે દર વખતની જેમ ભવ્ય સમુહ યજ્ઞોપવિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‌યું હતું, જેમાં અનેક બાળકો યજ્ઞોપવિત ધારણ કર્યું હતું, બપોરે 12-30 વાગ્યે ઝુલેલાલ મંદિર ખાતે લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા અનેક લોકોએ ભાગ લીધો હતો.


ગઇકાલે સવારે ઝુલેલાલ ચોકમાં ઘ્વજા પતાકા લગાવીને શણગાર કરવામાં આવ્‌યો હતો, ત્યારબાદ મોટી સંખ્યામાં સિંધી ભાઇ-બહેનોની સાધના કોલોનીથી ઝુલેલાલ ચોક સુધીની બાઇક રેલી યોજાઇ હતી, જેમાં અનેક લોકો જોડાયા હતા.


ચેટી ચાંદ મહોત્સવ નિમીતે દર વખતની જેમ ગઇકાલે સાંજે 5 વાગ્યે નાનકપુરીથી ઝુલેલાલ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામા આવ્યું હતું, જેમાં અનેક લોકો જોડાયા હતા, આ શોભાયાત્રાનું રસ્તામાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમા સિંધી ભાઇ બહેનો મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા, આ શોભાયાત્રા રાત્રે 8-30 વાગ્યા આસપાસ ઝુલેલાલ મંદિર ખાતે આવશે જયાં ભોજન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.


ઝુલેલાલ મંદીર વિસ્તારને લાઇટીંગથી શણગારવામાં આવ્યો હતો અને વેપારીઓ દ્વારા મંડપની કમાન રાખવામાં આવી હતી, છેલ્લા બે દિવસથી આ રસ્તાને શણગારાયો હતો, એટલું જ નહીં વહિવટી તંત્ર દ્વારા આજે આ રસ્તો બંધ કરી દેવા જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યું હતું, જામનગર શહેર અને જીલ્લામાં ચેટીચાંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, કેટલાક તાલુકા મથકોએ પણ આરતી અને લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના જામનગર શહેર સહિત જિલ્લાભરમાં જય ઝુલેલાલનો નાદ ગુંજી ઉઠ્યો હતો.


ગઇકાલે નીકળેલી શોભાયાત્રાના માર્ગમાં લોકોને ઠંડા પીણા, આઇસક્રીમ, સરબત, દુધ કોલ્ડીંકની પણ વ્યવસ્થા બહાર કાઢવામાં આવ્યા હતા, સમગ્ર સિંધી સમાજ કાર્યક્રમને લઇને તડામાર તૈયારીમાં કરી હતી, ખાસ કરીને સિંધી ભાઇ બહેનોનું નુતનવર્ષ પણ ગઇકાલથી શ  થયું હતું. ચેટી ચાંદ દર વર્ષે જામનગરમાં ભવ્ય રીતે ઉજવાય છે.


ગઇકાલે સિંધી સમાજના ભાઇ બહેનો ઝુલેલાલ મંદિરે આવીને દર્શન કયર્િ હતા, ત્યારબાદ બાળકોને યજ્ઞોપવિત આપવામાં આવી હતી, જેમાં પણ મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. દર વર્ષે સિંધી સમાજ દ્વારા સામુહિક યજ્ઞોપવિતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, ગઇકાલેરાત્રે શોભાયાત્રા 8.30 વાગ્યા  આસપાસ ઝુલેલાલ મંદિર આવી પહોંચી હતી, ત્યારબાદ ભોજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં અનેક લોકોએ પ્રસાદ લીધો હતો, આમ જામનગર સહિત સમગ્ર હાલારમાં ઝુલેલાલ જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી થઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application